ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં સોલા પોલીસે લાખોની કિંમતના દારૂ સાથે એકની ધરપકડ કરી - દારૂ

અમદાવાદ: દારૂ બંધીની વાતો વચ્ચે શહેરમાંથી ફરી એક વખત લાખો રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. સોલા પોલીસે દરોડા પાડીને ખેતરમાં આવેલી ઝાડીઓ વચ્ચે સંતાડેલા રૂપિયા 17.48 લાખની કિંમતના વિદેશી દારૂનો કબ્જો કર્યો છે. આ સાથે જ બે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, દારૂની હેરાફેરીનો મુખ્ય આરોપી હજી ફરાર છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઉપરાંત 70 પેટી દારૂ ક્યાં અને કોને વેચવામાં આવ્યો તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે.

સોલા પોલીસે લાખોની કિંમતના દારૂ સાથે એકની ધરપકડ કરી

By

Published : Aug 30, 2019, 6:21 AM IST

દારૂના કડક અમલની વચ્ચે બુટલેગરો પણ સતર્ક થયા છે. અને શહેરમાં દારૂ લાવવાને બદલે છેવાડાના ગામોમાં દારૂ લાવી તેનું નાના પાયે શહેરમાં વેચાણ કરવામાં આવે છે. તેવા જ એક દારૂના ગોડાઉન પર પોલીસે રેડ કરી 426 પેટી વિદેશી દારૂ કબ્જે કર્યો છે. સોલા પોલીસ મથકની હદમાં આવેલા હેબતપુર ગામના ખેતરમાં ઝાડીઓની વચ્ચે છુપાવેલા દારૂના જથ્થા સાથે પોલીસે અશોક ઉર્ફે ટીનો દંતાણી અને જીતુ મારવાડીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી રૂપિયા 17.48 લાખના વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જો કે, ગુનાનો આરોપી સલીમ ઉર્ફે તોતો ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સોલા પોલીસે લાખોની કિંમતના દારૂ સાથે એકની ધરપકડ કરી

મહત્વની વાત એ છે કે, આતંકી હુમલાની દહેશતના પગલે રાજ્યની તમામ બોર્ડર પર પુરતી ચકાસણી કરવામાં આવે છે. રાજ્યમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ થાય છે. પોલીસની તપાસ અને IB એલર્ટ વચ્ચે દારૂનો જથ્થો રાજ્યની બોર્ડરમાંથી અમદાવાદ સુધી પહોંચ્યો કેવી રીતે તે સૌથી મોટો પ્રશ્ન છે.

ABOUT THE AUTHOR

...view details