અમદાવાદ : ગોમતીપુરમાંથી દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ - misdemeanor in Gomtipur
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. જે ઘટનામાં આરોપીએ પહેલા ઓળખાણ ત્યારબાદ વાતચીત અને છેલ્લે તે સગીરાને હવસનો ભોગ બનાવી હતી. કઈ રીતે આરોપી એ ગુનાને અંજામ આપ્યો આવો જોઈએ આ અહેવાલમાં
ગોમતીપુરમાં દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદ : શહેરમાં સવાર પડે અને દુષ્કર્મની ઘટના સામે આવે છે, ત્યારે ગોમતીપુર વિસ્તારમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગોમતીપુર વિસ્તારમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા મહિલા સાથે તેની સગીર દીકરી પણ શાકભાજીના વેચાણ માટે જતી હતી અને તેજ દરમિયાન આરોપી તૌસીફ ઉર્ફે કાળીયાની નજર સગીરા પર પડી હતી. સગીરા સાથે ઓળખાણ થઇ હતી. જોકે આ ઓળખાણનો ઉપયોગ આરોપીએ તેની હવસને સંતોષવા કર્યો હતો અને સગીરાને એકલી જોઈને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.