ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળકીના ભણતર માટે વિદેશી મહિલાએ PM મોદીની માંગી મદદ

અમદાવાદઃ પૉલેન્ડ દેશની મહિલાએ ભારતમાં પ્રવેશ મેળવા માટે PM નરેન્દ્ર મોદીને ટ્વીટ કરીને મદદની માંગ કરી છે. માર્તા કોટર્લાસ્કા નામની મહિલાએ મોદીને ટ્વીટ કરી હતી.

બાળકીના ભણતર માટે વિદેશી મહિલાએ PM મોદીની માંગી મદદ

By

Published : Jun 3, 2019, 10:20 PM IST

Updated : Jun 4, 2019, 2:22 PM IST

તેમણે કહ્યું કે, તેઓ ભારતને મિસ કરી રહ્યા છે. ભારતમાં ન હોવાના કારણે દિકરીનું ભણતણ બગડી રહ્યું છે. આ સાથે જ કોટર્લાસ્કાની દિકરીએ પણ મોદીને પોતાના હાથે પત્ર લખીને વિઝા આપવાની માંગ કરી છે.

વિદેશી મહિલા અને પુત્રી

વિદેશી મહિલાએ પોતાની 11 વર્ષની દિકરીના ભણતર માટે PM નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરને ટ્વીટ કરીને મદદ માંગી છે. એલિક્ઝા વાનાત્કો અને તેની માતા માર્તા કોટર્લાસ્કા ગોવામાં વસવાટ કરતા હતા. વિઝાના નિયમોમાં બદલાવ આવવાની સાથે તેમના વિઝા પુરા થઇ ગયા હતા, પરંતુ તેમ છતાં પણ ગોવામાં વસવાટ કરી રહ્યા છે. જે બાબતે ભારત સરકારને ધ્યાનમાં આવતાં સરકારે તેઓને ભારત પ્રવેશ બાબતે બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારે તેઓ કંબોડિયામાં વસવાટ કરી રહ્યા છે.

વિદેશી મહિલા અને પુત્રી

કોટર્લાસ્કાએ મોદીને ટ્વીટ કર્યું હતું કે, “મારી દિકરી ખુબ જ પરેશાન છે. તેમની ઉંમર 11 વર્ષની છે. દિકરીએ લખેલા પત્રને પણ હું ટ્વીટ કરી રહી છું. ભારત એવી એક જગ્યા છે કે, તે પોતાનું ઘર કહી શકે છે. જ્યારે ગોવા પ્રત્યેનો પ્રેમને પત્ર દ્વારા જણાવ્યો હતો.”

વિદેશી મહિલાની પુત્રી

જ્યારે 11 વર્ષીય એલિક્ઝાએ પત્રમાં લખ્યું હતું કે, “મને ગોવાની મારી સ્કુલ વ્હાલી છે.સુંદર પ્રકૃત્તિ અને પશુ બચાવ કેન્દ્રમાં સ્વૈચ્છિક કાર્ય બહુ જ યાદ આવી રહ્યું છે. હુ ગાયની સંભાળ રાખતી હતી. મારી માતા એક નાની યાત્રા બાદ 24 માર્ચ 2019થી ભારતમાં પ્રવેશ મેળવી શકતી નથી.”

PMને પત્ર
Last Updated : Jun 4, 2019, 2:22 PM IST

ABOUT THE AUTHOR

...view details