અમદાવાદ ડેસ્ક: PM મોદી 8-9 માર્ચે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેમાં પ્રધાનમંત્રી તારીખ 8 માર્ચે રાત્રે 8 કલાકે અમદાવાદ પહોંચશે તેવી માહિતી મળી રહી છે. તારીખ 9 માર્ચે સવારે મેચ જોવા જવા રવાના થશે. પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાના PM સાથે મેચ નિહાળશે. જે પછી PM મોદી બપોરે 2 વાગ્યા બાદ દિલ્લી રવાના થશે. ઉલ્લેખનિય છે કે મોદી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચ રમાવાની છે. જે બન્ને દેશના પ્રધાનમંત્રીઓ મેચ જોશે.
કાર્યક્રમની જાહેરાત: ભારત અને ઓસ્ટ્રેલિયાના પીએમ મેચ જોશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એલ્બેનીઝ તારીખ 8 અને તારીખ 9 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9-13 માર્ચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ક્રિકેટ મેચ જોવા માટે સાથે જશે અને ક્રિકેટના સાક્ષી બનશે. જે બાદ તમામ કાર્યક્રામની જાહેરાત કરવામાં આવી છે. મેચ જોયા બાદ પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
વિદેશી યુનિવર્સિટી બનશે:એક જાણકારી અનૂસાર IFSCA દ્વારા અરજી મંજૂર કરવામાં આવશે. તો ભારતમાં અને તે પણ ગુજરાતના અમદાવાદ-ગાંધીનગરમાં તેનું કેમ્પ્સ સ્થાપનારી પ્રથ ડીકિન પ્રથમ વિદેશી યુનિવર્સિટી બની જશે. જેના કારણે ગુજરાતના અનેક વિધાથીઓને તેનો ફાયદો થશે. ગુજરાતના વિધાથીઓને વિદેશી શિક્ષણ મળશે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે. આ સમયે તેઓ સત્તાવાર જાહેરાત કરી શકે છે.
આ પણ વાંચો PM Modi To Address Post-Budget Webinar : PM મોદી આજે પોસ્ટ બજેટ વેબિનારને કરશે સંબોધિત
IFSCA એ જૂન 2022માં જાહેરાત: IFSCA એ જૂન 2022માં જાહેરાત કરી હતી કે ગિફ્ટ સિટીમાં વિદેશી યુનિવર્સિટીઓ અથવા વિદેશી સંસ્થાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાખા કેમ્પ્સ અને ઓફશોર એજ્યુકેશન સેન્ટરની સ્થાપના માટે એક નિયમનકારી માળખુ વિકસાવવાના પ્રયાસમાં છે. વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પર આધારિત નિયમોનો મુદ્દો તૈયાર કરાયો છે. તે સુચિત ડ્રાફ્ટ અંગે સુચનો અને ટિપ્પણીઓ મંગાવી છે. ત્યાર પછી જ વિદેશી યુનિવર્સિટીઓ અને વિદેશી સંસ્થાઓએ રસ દાખવવાનું શરૂ કરી દીધું છે.
આ પણ વાંચો PM Modi in Nagaland : PM મોદીએ કહ્યું કોંગ્રેસ સરકાર નાગાલેન્ડને દૂરથી નિયંત્રિત કરતી હતી
સૌથી પહેલી અરજી આવી: IFSCAના સુત્રોના કહેવા પ્રમાણે ઘણી વિદેશી યુનિવર્સિટીઓએ ગિફ્ટ સિટીમાં તેમના સ્વતંત્ર કેમ્પ્સની સ્થાપના કરવામાં રસ દાખવ્યો છે. પરંતુ ડીકિન યુનિવર્સિટીએ અરજી આપી છે અને સત્તાવાર રીતે અરજી આપનાર અત્યાર સુધીની પ્રથમ અને એકમાત્ર શૈક્ષણિક સંસ્થા છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમને તાજેતરના છેલ્લા બજેટના પ્રવચનમાં જાહેરાત કરી હતી કે વિદેશી યુનિવર્સિટીઓ અને સંસ્થાઓને ભારતમાં કેમ્પસ સ્થાપવાની મંજૂરી આપવામાં આવશે. તેમને પહેલા ગિફ્ટ સિટીમાં મંજૂરી આપવામાં આવશે.
વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ:ગુજરાતના ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીએ ઉભરતું વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ છે. જે ભારતમાં તેવા પ્રકારની સિટી સૌપ્રથમ છે. જે વૈશ્વિક સ્તરે બેન્ચમાર્ક બિઝનેસ ડિસ્ટ્રિકટ્સની સમકક્ષ અથવા તેનાથી ઉપર માટે રચાયેલ છે. ગિફ્ટ સિટીને ઉદ્યોગસાહસિકોની પસંદગી બની શકે છે.જેથી એવું કહી શકાય કે વૈશ્વિક નાણાંકીય અને આઈટી સેવાનું હબ ગિફ્ટ સિટી છે.
ડીકિને યુનિવર્સિટી: ડીકિન યુનિવર્સિટી QS World યુનિવર્સિટી રેન્કિંગમાં 266માં ક્રમે છે. તે ટોચની 50 યુવા યુનિવર્સિટીમાં પણ છે. ઓસ્ટ્રેલિયામાં તેના ચાર કેમ્પસ છે અને ભારતના ઘણા બધા વિદ્યાર્થીઓ છે. તેઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને અભ્યાસ કરવા જાય છે. ડેકિન યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં આવેલી જાહેર યુનિવર્સિટી છે.1974 માં તેની સ્થાપના કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું નામ ઑસ્ટ્રેલિયાના બીજા વડા પ્રધાન આલ્ફ્રેડ ડીકિન પછી રાખવામાં આવ્યું હતું.