PM મોદી 17 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે, નર્મદા ડેમની લેશે મુલાકાત
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે પોતાના જન્મદિને ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન તેઓ નર્મદા ડેમ નિહાળવા જશે. નર્મદે-સર્વદે મહાઆરતી કાર્યક્રમમાં ભાગ લેશે.
ગુજરાતમાં આ વર્ષે મેઘરાજા મહેરબાન થતાં નર્મદા ડેમ ઓવરફલોની સ્થિતિ એ છે. નર્મદાના નવા નીરના વધામણા કરશે. તેમજ PM મોદી તેમના 69માં જન્મદિને માતા હીરાબાના આશીર્વાદ લેવા ગાંધીનગર જાય તેવી શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી વધી 137.58 મીટર છે. તે 17 સપ્ટેમ્બર સુધીમાં વધારીને 138 મીટર કરાશે. સરદાર સરોવર છલકાયેલો જોવા માટે પણ PM મોદી નર્મદા આવશે. 2017માં વડાપ્રધાન મોદીએ નર્મદા ડેમ દરવાજાનું લોકાર્પણ કરી આ ડેમ દેશને સમર્પિત કર્યો હતો.