ગુજરાત

gujarat

ETV Bharat / state

PM મોદી એક્શન મોડમાં, વાવાઝોડાના મૃતકોને 2 લાખની કરાશે સહાય

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સને લીધે રાજ્યમાં મંગળવારે થયેલા કમોસમી વરસાદમાં મૃત્યુ પામેલા 10 જેટલા લોકોના પરિવારજનોને વડાપ્રધાન મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી તરફથી બે-બે લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. આ ઉપરાંત, ગ્રામીણ વિસ્તારમાં કમોસમી વરસાદને લીધે પાકને જે નુકસાન થયું છે, તેનો સર્વે કરીને રાજ્ય સરકાર ખેડૂતોને વળતર ચુકવશે.

સ્પોટ ફોટો

By

Published : Apr 17, 2019, 5:04 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, વાવાઝોડાના પરિણામે જે નાગરિકો મૃત્યુ પામ્યા છે, તેમના પરિવારજનો સંકટની સ્થિતિમાં છે. રાજ્ય સરકાર આવી વિક્ટ પરિસ્થિતિમાં તેમની સાથે છે, અને મદદ માટે જરૂરી પગલા લેવા માટે રાજ્ય અને કેન્દ્રની મોદી સરકાર કટિબદ્ધ છે.

પીએમ મોદી એક્શન મોડમાં

મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સ- અપર એર સાયકલોનિક પ્રેશરના કારણે વાતાવરણમાં પલટો થતાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉતર ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ, તો કેટલાક સ્થળે કરા પડયા હતા. તોફાની પવન અને ભારે વરસાદને લીધે 10 લોકોના મોત નીપજ્યાં હતા. વાતાવરણમાં પલટો આવવાથી ગરમીનો પારો 40 ડિગ્રીથી નીચે પહોંચી ગયો હતો. જો કે, માવઠાથી પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગની અગાહી મુજબ ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારમાં હજી પણ હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદની સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details