ઓફિસે નોકરીએ જતા લોકો ઓવરબ્રિજની બંને બાજુમાં કે મંદિરની ખુલ્લી જગ્યામાં પક્ષીઓના ચણ નાખતા હોય છે. આ તેમનો રૂટિન ક્રમ હોય છે.
ધાર્મિક લાગણી સાથે સામાજિક જવાબદારી નિભાવતા વેપારી...
અમદાવાદ: ઉનાળામાં માણસો ઘરમાં બેસીને રક્ષણ મેળવી શકે છે. ત્યારે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા તેમજ તેમને દાણા પાણીમાં બાજરી, કણકી, મકાઈ, જુવાર ખવડાવીને પુણ્ય કમાવી લે છે. આ રીતે પક્ષીઓની સેવા કરવાનો ઉત્તમ અવસર લોકો સાચવી લે છે.
વીડિયો
ત્યારે પક્ષીઓના ચણ નાખવાના જગ્યાઓમાં વિશાલા બ્રિજ પાસે પક્ષીઓને ચણનો એક બહેન દસ રૂપિયામાં વાટકો ભરીને ચણ વેચતા જોવા મળ્યા હતા. જેથી એમ કહી શકાય કે, પક્ષીઓ સાથે સાથે એક કુટુંબનાં પણ દાણા પાણીની સરસ રીતે ધાર્મિક લાગણી સાથે સાથે સામાજિક જવાબદારી અદા કરીને પૂરી કરવામાં આવે છે.