- સરકાર નિયમો બનાવે તે માત્ર પ્રજા માટે જ કેમ?
- કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન નેતાઓ કરવાનું કે નહી?
- નેતાઓની જાહેરસભામાં હજારોની ભીડ
અમદાવાદ : તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી ગઈ, તેમાં પણ મોટાભાગના રાજકીય નેતાઓએ સભા કરી, તેમાં કોરોનાની ગાઈડલાઈન્સનું કોઈ જ પાલન થયું ન હતું. પણ સરકારને તે દેખાયું નથી. કોરોના હજૂ તો ગયો નથી અને નેતાઓએ ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના શરૂ કરી દીધા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તેમાં પણ આવું જ થાય તેની પૂરેપૂરી શક્યતા છે. જોકે, સરકાર તે તરફ ઘ્યાન આપી રહી નથી. ત્યારે કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, સરકાર આ મુદ્દે છટકી શકે નહી.
ભાજપ પ્રદેશ પ્રમુખના નામે સૌથી વધુ નિયમ તોડવાનો વિક્રમ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જ્યારે પ્રમુખ પદે વરણી પામ્યા ત્યારે તેમને કોરોનાકાળમાં જ સોમનાથ મહાદેવના દર્શન કરીને સૌરાષ્ટ્રનો ચાર દિવસનો પ્રવાસ કર્યો હતો. ગરબા પણ ગાયા અને ફટાકડા પણ ફોડ્યા હતા. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં સભા કરી ત્યાં જનમેદની એકઠી થઈ, પાટીલનું ભવ્ય સ્વાગત થયું અને ત્યાર બાદ અંબાજી માતાના દર્શન કરીને તેમને ત્રણ દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ કર્યો, ત્યાં પણ જાહેર સભા થઈ અને સ્વાગત થયું હતું. કમલમમાં બેઠકનો દોર પણ થયો હતો. પાટીલ નવા પ્રમુખ બન્યા ત્યારે તેમને તેમના હોમટાઉન સુરતમાં તેમને સ્વાગત રેલી રાખી હતી, પણ ચોતરફથી ટીકા થતા સ્વાગત રેલી મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આ બધી ઘટના બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાટીલ જ્યાં જયાં સંપર્કમાં આવ્યા તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં પણ 8 કર્મચારીઓને કોરોના થયો હતો. પ્રદેશ પ્રવકતા ભરત પંડ્યાને પણ કોરોનો થયો અને ખૂદ સી. આર. પાટીલ પણ કોરોના વાઇરસથી સંક્રમિત થઇ ગયા હતા. તેમને પણ હોસ્પિટલ દાખલ થયા અને સારવાર લીધી હતી. આ સમગ્ર મામલો થયો પણ રાજ્ય સરકાર કે પોલીસ દ્વારા કોઈ નોંધ લેવામાં આવી નહી. ત્યારે પ્રજા એક જ સવાલ પૂછતી હતી કે, સરકાર નિયમો બનાવે તે પ્રજાએ પાલન કરવાના અને નેતાઓએ નહીં.
સુરતના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભીડ ભેગી થઈ