ગુજરાત

gujarat

ETV Bharat / state

કૈયલ મુકામે માં ભગવતી મેલડીનો પાટોત્સવ ઉજવાયો - Ahemadabad news

ઓમ ભગવતી મેલડી માતાજી યાત્રાધામ કૈયલમાં આજે 20મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. મેલડી માતાજીના આસ્થાનું કેન્દ્ર એવા કૈયલ ધામ ખાતે આજે સવારથી ભાવિક ભક્તો તેમજ સમગ્ર જનતાનો દર્શનાર્થે ખુબ જ મોટા પાયે ઘસારો જોવા મળ્યો હતો.

કૈયલ મુકામે માં ભગવતી મેલડીનો પાટોત્સવ ઉજવાયો
કૈયલ મુકામે માં ભગવતી મેલડીનો પાટોત્સવ ઉજવાયો

By

Published : Feb 25, 2020, 4:44 PM IST

Updated : Feb 25, 2020, 4:52 PM IST

અમદાવાદ : માનવમાંથી મહામાનવ, વિરલ વિભૂતિ, સિમ્બોલ ઓફ નોલેજ ભારતરત્ન ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રેરણાદાયક વિચારધારાઓને વેગવંતી બનાવતા સતત પ્રયત્નશીલ એવા માં ભગવતી મેલડી માતાનું મંદિર કૈયલનો આજ રોજ 20મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. રમણ માડીના આશીર્વાદથી કૈયલ ધામમાં માનવ કલ્યાણની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ સતત ચાલુ હોય છે.

કૈયલ મુકામે માં ભગવતી મેલડીનો પાટોત્સવ ઉજવાયો
બેટી બચાવો તેમજ બેટી પઢાવો અને સાથે સાથે મા-બાપને ભૂલશો નહીં તેવા સ્લોગનને લોક જીભે અને યુવાઓને તે માર્ગે સતત જવાનું પ્રોત્સાહન પુરૂં પાડતા તેવા માં ભગવતી રમણ માડીના દર્શનાર્થે મુખ્યપ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન તેમજ ગુજરાતના તમામ નેતાઓ તેમજ બિલ્ડરોથી લઈને નાના મોટા વેપારીઓ તેમજ સામાન્ય મજુર વર્ગ પણ માં ના દર્શનાર્થે અચૂક આવીને ધન્યતા અનુભવે છે, ત્યારે આજના આ પ્રસંગે નવચંડી હવનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમજ સાર્વજનિક મફત નેત્ર નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાત મંદોને મોતિયાના ઓપરેશન કરાવવામાં આવ્યા હતા.

આ આયોજનમાં અત્યાર સુધીમાં 1,566 દર્દીઓને મોતીયાનું ઓપરેશન કરવામાં આવેલા છે અને 14813 વ્યક્તિઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે. તદ્દઉપરાંત કૈયલ ધામમાં સર્વ નિદાન કેમ્પ, સર્વરોગ નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ પણ અવારનવાર આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે ધોરણ 10, 12 ગ્રેજયુએટ, પોસ્ટ ગ્રેજયુએટ તેમજ યુપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓને ગોલ્ડ મેડલ તથા સન્માનપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1,151 વિદ્યાર્થીઓનું બહુમાન કરવામાં આવેલું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય પણ કરવામાં આવે છે અને નોટબુક વિતરણ પણ કરવામાં આવે છે.

Last Updated : Feb 25, 2020, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details