શહેરના નારણપુરા વિસ્તારમાં જાહેરમાં પિચકારી મારવા બાદલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે. મહેશ કુમાર નામના વ્યક્તિ બાઇક પર નારણપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને જાહેર રોડ પર પિચકારી મારી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેના આધારે AMCએ વાહન નંબર પરથી ઇમેમો આપ્યો હતો.
ભારતમાં પહેલી વાર પાન મસાલા ખાઇને થૂંકવા પર મેમો..
અમદાવાદ: શહેરમાં તમામ ચાર રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરા ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ આપવા માટે લગાવવામાં આવ્યા છે પરંતુ હવે આ સીસીટીવી કેમેરાથી પાન મસાલા ખાઈને જાહેરમાં પિચકારી મારનારને પણ દંડવામાં આવશે.
પાન-મસાલા ખાઈને જાહેરમાં પિચકારી મારશો તો ભરવો પડશે દંડ
ગત 20 એપ્રિલે AMC દ્વારા આ ઘટનાં માટે મહેશ કુમારને 100 રૂપિયાનો ઇમેમો તેમના ઘરે મોકલવામાં આવ્યો હતો. ઇમેમોથી જાહેરમાં પાન મસાલાની પિચકારી મારનારને દંડવાનો આ પ્રથમ કિસ્સો છે. આ મામલાની AMCએ ટ્વિટ કરીને પણ જાણકારી આપી છે.
Last Updated : Apr 28, 2019, 2:40 PM IST