Padma shree Mahipat Kavi : પદ્મશ્રી મહિપત કવિના જીવન સંઘર્ષ અને પપેટ કળાની સફળતાની પ્રેરક વાતો, વારસો લઇ રહી છે નાનકડી દોહિત્રી
પોતાની આગવી પપેટ કળાથી દેશ જ નહીં દુનિયામાં ભારતનો ડંકો વગાડનાર મહિપત કવિ કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. પદ્મશ્રી મહિપત કવિની આ સફળતા પાછળ કોનો હાથ હતો, આ પપેટ છે શું, તેમના જીવન સંઘર્ષ વિશે ખાસ વાતચીત કરી હતી. તેમની મુલાકાત દરમિયાન તેમની પપેટ કળાનો વારસો કેવો આગળ વધી રહ્યો છે તે પણ જાણવા મળ્યું હતું.
Padma shree Mahipat Kavi : પદ્મશ્રી મહિપત કવિના જીવન સંઘર્ષ અને પપેટ કળાની સફળતાની પ્રેરક વાતો, વારસો લઇ રહી છે નાનકડી દોહિત્રી
By
Published : May 5, 2023, 6:34 PM IST
પપેટ કળાનો વારસો આગળ વધ્યો
અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારના રહેતા મહિપત કવિ કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતાં. મહિપત કવિની પપેટ કલા અને તેમના જીવનસંઘર્ષની અનોખી વાત છે. મહિપત કવિ તેમના માઠા દિવસોમાં આત્મહત્યાનો વિચાર કરી ચૂક્યાં હતાં ત્યારે તેમને આવેલા એક વિચારે તેમનું જીવન પલટી નાંખ્યું. જે તેમને પદ્મશ્રી એવોર્ડ સુધી લઇ ગયું છે. ત્યારે મહિપત કવિ વિશે જોઇએ આ વિશેષ અહેવાલ.
સફળતા પહેલાંનો સંઘર્ષમહિપત કવિે એકસમયે એક નાટકમાં કામ કરતા હતાં. પરંતુ તેમને શો કરવા ન મળતા આત્મહત્યા હત્યા વિચાર્યું હતું. પણ અંતે હિંમત હાર્યા વિના પપેટ કરવાનું શરૂ કર્યું અને સરકારે તેમની આ કળા બદલ પદ્મશ્રી એવોર્ડથી બિરદાવ્યાં છે. દુનિયા નોંધ લેતી હોય તેવા કોઇપણ કલાકારના જીવનનો કોઇ ખૂણો એવો હોય છે જ્યાં અંધારપટ છવાયેલો ભાગ્યે જ કોઇને દેખાયો હોય. એવી અણકહી વાતોને ઉજાગર કરતાં ઈટીવી ભારત દ્વારા પદ્મશ્રી મહિપત કવિ સાથે ખાસ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેમની પપેટ કળાનો વારસો તેમની દોહિત્રી માહી દવે કયા પ્રકારે ઝીલી રહી છે પણ સામે આવ્યું હતું.
પ્રશ્ન : તમે આટલા સફળ થયા પરંતુ જીવનમાં સંઘર્ષ કેવો રહ્યો હતો?
જવાબ : જીવનમાં સંકટ સિવાય કાંઈ જોયું નથી. ભારતનો દરેક રાજ્ય પાસે આગવી પપેટ કળા હતી. ગુજરાત પાસે કઠપૂતળીની કળા હતી. જે જૈન સાધુ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને તેમણે જ બંધ કરાવી દીધી હતી. ત્યારબાદ ગુજરાત પાસે કોઈ કળા રહી નહીં. કુટુંબ અને પરિવારની જવાબદારીનો ભાર પણ મારી ઉપર હતો. પહેલાં અલગ અલગ જગ્યાએ શો કરવા જતો હતો. પરંતુ ત્યાર બાદ શો ન મળતા આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો. ત્યારે એક ફિલ્મ એક્ટર અને લેખકની કવિતા મને યાદ આવી. સાબરમતી નદી ખાતે આત્મહત્યા કરવા ગયો હતો પણ ત્યાંથી પણ આ કવિતા યાદ આવતા પાછો આવ્યો હતો.
પ્રશ્ન : 02 પપેટ કળા શું છે અને પપેટ તમે ક્યાંથી શીખ્યા હતાં?
જવાબ : પપેટ હું દર્પણમાં કામ કરતો હતો તે સમયે શીખ્યો છું. મૃણાલીબેન સારાભાઈ મારા ગુરુ હતા. તે મને નાટક શીખવાડતા હતા. તેમાં મેનબેન કોન્ટ્રાક્ટર જે વિદેશથી પપેટ જોઈને શીખીને આવ્યા હતાં તેમની પાસેથી મને આ પપેટ શીખવા મળ્યું હતું.
પ્રશ્ન : પપેટનો સૌથી પહેલો શો કયાં કર્યો હતો?
જવાબ : પપેટનો સૌથી પહેલો શો મેં બાવળાની એક સ્કૂલમાં કર્યો હતો. જેમાં અમે 8 લોકોએ શો કરવા ગયા હતા. જેમાંથી શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી 1 રૂપિયો ઉઘરાવીને અમને 140 રૂપિયા આપ્યાં હતાં. તેમાંથી 8 વ્યક્તિને વહેંચ્યાં અને બાકીના મેં રાખ્યા હતાં. પરંતુ તે સમસ્યા એ હતી કે આટલી રકમથી આગળ થઈ શકે તેમ ન હતું. કારણ કે નવા પપેટ બનાવવા માટે ખૂબ જ ખર્ચ થતો હતો. કોઈનો સાથ મળ્યો નહીં. જો સાથ મળ્યો હોત તો દુનિયાના પટ પર પપેટ જોવા મળ્યા હોત.
પ્રશ્ન : પપેટના કયા કયા શો કર્યા છે અને કયા કયા શહેરમાં કર્યા હતાં?
જવાબ : પપેટ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ વિષય ઉપર પપેટ બનાવી શકાય છે. અત્યાર સુધી મેં 165 જેટલા પપેટ બનાવેલા છે. તેના શો પણ કર્યા છે મેં માત્ર ભારત જ નહીં, ફ્રાન્સ, ડેનમાર્ક ,ઇટાલી, જર્મની, સ્વીઝરલેન્ડ, ઇંગ્લેન્ડ, વેલ્સ સહિતના દેશોમાં રામાયણ અને મહાભારતના પપેટ શો કર્યા છે.
પ્રશ્ન : તમને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. તમારા પરિવારમાં કેટલી ખુશી છે?
જવાબ : સરકાર દ્વારા પદ્મશ્રી આપવામાં આવ્યો છે મારા માટે ખુશીની વાત તો છે. પરંતુ ઘણા સમયના સંઘર્ષ બાદ અમને એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સંઘર્ષમાં સૌથી મહત્વનો સાથ આપનાર મારી પત્ની હતાં. જેનું 2015માં અવસાન થયું હતું. તેના વગર હું આ શો કરી શકતો નથી. તેથી મેં હાલ આ પપેટના શો કરવાનો બંધ કરી દીધું છે.
જવાબ : આજની સમયે ટેકનોલોજીનો સમય છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓને વિનંતી કરવા માગું છું કે પપેટ દ્વારા કોઈપણ વિષય સહેલાઇથી શીખવી શકાય છે. વિદેશમાં પહેલો પિરિયડ પણ હોય છે. પરંતુ સદનસીબ એ છે કે આપણા દેશમાં આ જોવા મળતું નથી. શિક્ષક ખૂબ જ મહેનત કરીને બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ જો તે બાળકને પપેટથી સમજાવવામાં આવે તો સરળતાથી તે બાળક સમજી શકે છે. તેને લાંબા સમય સુધી યાદ પણ રાખી શકે છે.