ગુજરાત

gujarat

ETV Bharat / state

બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા અનાથ બાળકોની સ્વાસ્થ્યની કાળજી રાખતું વહીવટી તંત્ર

બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા બાળકો એવા હોય છે કે, જેઓને મા-બાપ કુટુંબનો પ્રેમ મળ્યો નથી હોતો. તેથી તેઓ સામાન્ય બાળકો કરતાં વધુ માનસિક પરિતાપમાં હોય છે. આવા બાળકોને અનાથાશ્રમમાં માનસિક પરામર્શન આપી તેઓ ઝડપથી સ્વસ્થતા કેળવે એવા પ્રયત્નો કરી માનસિક સધિયારો આપી માનસિક પરિતાપમાંથી બહાર લાવવાનું કાર્ય કરવામાં આવે છે.

બાળ સંરક્ષણ ગૃહ
બાળ સંરક્ષણ ગૃહ

By

Published : Apr 15, 2020, 8:26 PM IST

અમદાવાદ : ઓઢવ ખાતેના બાળાઓના હોમ, મહીપતરામ રૂપરામ આશ્રમ, પાલડી ખાતે આવેલ વિકાસ ગૃહ, મિશનરીઝ ઓફ ચેરિટી સંસ્થા, શિયાળ ખાતે આવેલ સંરક્ષણ ગૃહ વગેરે 8 સંસ્થાઓમાં રહેલા 158 જેટલા નાના- મોટા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં સમાજના તમામ ક્ષેત્રને આવરી લેવાની જિલ્લા વહીવટીતંત્રની નેમને સાકાર કરતા આવા બાળકોની પણ આરોગ્ય તપાસ કરવા સાથે બાળ સંરક્ષણ ગૃહોને ફોગીંગ અને સેનિટાઇઝર દ્વારા જંતુમુક્ત બનાવવામાં આવ્યા હતા. તેવું સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details