ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના બિહાર મહોત્સવમાં લીટી-ચોખાએ જમાવ્યું આકર્ષણ - Opening of the three-day Bihar Festival in Ahmedabad

અમદાવાદ શહેરમાં ત્રિ-દિવસીય બિહાર મહોત્સવનો પ્રારંભ થયો. જેમાં બિહારની સમૃદ્ધિ, સંસ્કૃતિ અને વારસાના દર્શન થશે. તેમાં અમદાવાદમાં વસતા બિહારના લોકો ઉપરાંત સ્થાનિક લોકો પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં બિહારની સંસ્કૃતિ તેનું ભોજન ઉપરાંત વિવિધ કાર્યક્રમો પણ રજૂ થશે.

opening-of-the-three-day-bihar-festival-in-ahmedabad
ત્રિ-દિવસીય બિહાર મહોત્સવનો પ્રારંભ

By

Published : Feb 28, 2020, 11:44 PM IST

અમદાવાદઃ બિહારના ભોજનમાં પ્રખ્યાત લીટી ચોખાનો સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. બિહાર તેની ભાતીગળ ખોરાકની વસ્તુઓમાં લીટી ચોખાનો પણ સમાવેશ થાય છે. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક કાર્યક્રમમાં લીટી ચોખાનો સ્વાદ માણતા જોવા મળ્યા હતા. જેની તસવીરો સમગ્ર દેશનાં અખબારોમાં છપાઈ હતી.

ત્રિ-દિવસીય બિહાર મહોત્સવનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કારીગરના હાથે બનેલા લીટી ચોખા ખાધા હતા, તે જ કારીગરનો સ્ટોર આ મહોત્સવમાં જોવા મળ્યો હતો. તેમણે આ વિશેની રસપ્રદ માહિતી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details