દરેક અધિકારી નહીં પરંતુ સત્તા ધરાવતા અધિકારી જ સ્ટોક એકાઉન્ટ સીઝ કરવા અને ઇન્કમ ટેક્સ બ્લોક કરવા માટેની કાર્યવાહી હાથ ધરી શકશે. આટલું જ નહીં આક્ષેપ પ્રમાણે જેટલો સ્ટોક મેચ થાય એટલા સ્ટોક ને જ બ્લોક કરી શકાશે જ્યારે અન્ય સ્ટોકને એટેચ કે બ્લોક કરી શકાશે નહિ. ઇન્કમટેક્સ રિટર્નને પણ પ્રોવિઝનલ એટેચ કે બ્લોક કરી શકાશે નહીં.
સ્ટોક અને એકાઉન્ટ સીઝ કરવા માટે GST અધિકારી યોગ્ય માપદંડ અનુસરેઃ હાઇકોર્ટ
અમદાવાદઃ રાજ્યામાં GST ચૂકતા કરદાતા માટે રાહત સામાન ગુજરાત હાઇકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો આપતા શુક્રવારે જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને એ.સી. રાવની ખંડપીઠે સ્ટોક અને એકાઉન્ટ સીઝ કરવા માટે યોગ્ય માપદંડ ફોલો કરવાનો આદેશ કર્યો હતો.
GST
અરજદારની બેંક અને મિલકત સંપત્તિ સહિતની વસ્તુઓ વિકલ્પ ન હોય ત્યારે સીઝ કે બ્લોક કરી શકાય કારણ કે બેંક ખાતા જ્યારે સીઝ કે બ્લોક કરવામાં આવે ત્યારે ધંધા પર તેની વિપરીત અસર પડે છે. પગલા લેતા સત્તાધીશોને GST એક્ટ section 83 મુજબ કાર્યવાહી હાથ ધરવી જોઈએ. અરજદારના બેંક ખાતા સામેના પ્રોવિઝનલ ઓર્ડરને હાઇકોર્ટે રદ્દ કરી તમામ છ રીટને મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે.