અમદાવાદઃ શહેરમાં નજીવો વરસાદ પડ્યો નથી કે રસ્તા ડિસ્કો રોડ બને તો ક્યાંય ખાડા પડતા નજરે જોવા મળે. રોડ માટે લાખો કરોડો રૂપિયાના પાસ થયેલ પૈસા ક્યાં જાય એ તો રામ જાણે. પરંતુ એએમસીની પોલ વરસાદમાં છતી થાય જ. અમદાવાદમાં ઠેર ઠેર ભુવા પડવાનો સિલસિલો યથાવત જ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં ભુવો પડવાનો સિલસિલો યથાવત, નરોડા પાસે ભુવો પડતા વાહનચાલકોની મુશ્કેલી વધી
રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. તો બીજી તરફ ભુવો અને ખાડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વધુ એક ભુવો અમદાવાદના નરોડા વિસ્તારમાં પડતા વાહનચાલકોને અનેક એવી મુશ્કેલીજનક પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરના નરોડામાં ગેલેક્ષી ચાર રસ્તા પાસે ભુવો પડ્યો હતો. નેશનલ હાઇવે 8 પર મોટો ભુવો પડ્તા AMCની પોલ છતી થતી જોવા મળી હતી. સામાન્ય ઝરમર વરસાદમાં ભુવો પડી જતા લોકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવી જાય છે. કરોડો રૂપિયા ખર્ચ કરતા પણ સરવાળે શૂન્ય જ નજર આવે છે અને પ્રજાને ભોગવવાનો વારો આવે છે.
જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈ અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કરોડો રૂપિયા રોડ રસ્તા બનાવવા પાછળ ખર્ચવા આવતા હોય છે. પરંતુ દરવર્ષે રોડ રસ્તાનું ધોવાણા થતા સ્થાનિકોમાં કોર્પોરેશનની કામગીરી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.