ગુજરાત

gujarat

ETV Bharat / state

રામોલ ગેંગરેપ: ફરાર આરોપીની ધરપકડ માટે NSUI લખશે રાષ્ટ્રપતિને પત્ર

અમદાવાદ: જિલ્લામાં રામોલ વિસ્તારમાં યુનિવર્સિટીની પરીક્ષામાં એટીકેટી સોલ્વ કરવાની લાલચ આપીને ચાર નરાધમોએ એક યુવતિ પર સામુહીક દુષ્કર્મ ગુજાર્યો હતો. જેમાં સામુહીક દુષ્કર્મના 6 માસ બાદ યુવતીનું મોત થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસે મૃત બાળકનું તથા સામુહીક દુષ્કર્મ કરનારા આરોપીઓના ડીએનએ ટેસ્ટ કર્યા હતા. જે ડીએનએ ટેસ્ટમાં આરોપી અંકિત પારેખનો ટેસ્ટ પોઝીટવ આવ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ ફરાર આરોપી હજુ પણ પોલિસ પકડથી દુર છે. જેને લઇને આ ફરાર આરોપીને પકડવા NSUI રાષ્ટ્રપતિને પત્ર લખશે.

રામોલ ગેંગરેપ: ફરાર આરોપીની ધરપકડ માંગ માટે NSUI રાષ્ટ્રપતિને લખશે પત્ર

By

Published : May 12, 2019, 4:36 PM IST

રામોલ સામુહીક દુષ્કર્મ ઘટનાને વધુ સમય વીત્યા છતાં પણ મુખ્ય આરોપી પોલીસ પકડથી બહાર છે. જેને લઈને પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીની શોધખોળ કરી રહી છે. તેમ છતાં પણ પોલીસને સફળતા મળી નથી. જેને લઈને NSUI દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, આરોપીને બચાવવા માટે પોલીસ ધીમીગતીથી કામ કરી રહી છે. જ્યારે હજુ એક આરોપી કેમ નથી પકડ્યો તે બાબતે પણ સવાલો કરી રહ્યા છે.

જ્યારે હજુ એક આરોપી પોલીસની પકડથી દુર હોવાને કારણે NSUI આવતીકાલે વિધાર્થી કાર્યકર્તા સાથે રહી રાષ્ટ્રપતિને રામોલ સામુહીક દુષ્કર્મ મામલે પત્ર લખીને ફરિયાદ કરશે. સોમવારે બપોરે 12 કલાકે રામોલ સામુહીક દુષ્કર્મ મામલે યુથ કૉંગ્રેસ અને NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી સુભાષચંદ્ર બોઝ ગેટ પાસે રાષ્ટ્રપતિને પોસ્ટકાર્ડ લખી ઘટનાની તપાસ CBIને સોંપવાની માગ કરશે. સાથે આ ઘટનાની તપાસ દબાવવા અને ધીમીગતીએ તપાસ કરતા અધિકારીઓ સામે તપાસ અને બળાત્કારીઓને ફાંસી આપવાની લેખિત માગ રાષ્ટ્રપતિને કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details