અમદાવાદ : માંડલ તાલુકો બન્યાને આજે વીસથી બાવીસ વર્ષ થયાં પણ હજુ સુધી માંડલને સંપૂર્ણપણે તાલુકાનો દરજ્જો મળ્યો નથી. કેટલીક એવી બાબતોનો અભાવ છે. જેના કારણે આ તાલુકાને તાલુકો કહી શકાય જ નહીં. માંડલમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગનો પ્રશ્ન હજૂ લટકતી તલવાર જેવો છે.
માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબ ટેક્નિશિયન જ નથી, પ્રજાની મુશ્કેલી વધી
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લેબ ટેક્નિશિયન નથી. સરકારી તંત્રના ધાંધિયાને લીધે ગરીબ પ્રજાનો મરો થઇ રહ્યો છે.
આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરતા જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી હતી. આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ લેબ ટેક્નિશિયન હાજર નથી. આ અંગે ડૉક્ટરનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, લેબ ટેક્નિશિયનને ફેક્ચર થયું છે, માટે તે રજા પર છે.
દેત્રોજ સામુહિક કેન્દ્ર પર ફરજ બજાવતો લેબ ટેક્નિશિયનને ઉપરથી સૂચના આપવામાં આવી છે કે, માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લેબ ટેક્નિશિયન પણ હમણા થોડો સમય હાજર થશો, પણ તે હજૂ સુધી એકપણ વાર માંડલ સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવ્યો નથી.