સોમવારે નીતિન પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં રાફેલ મુદ્દે PM મોદીએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પોતાના ભાષણમાં કરતા હતા. મીનાક્ષી લેખીએ આ અંગેની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
કોંગ્રેસના નેતાએ દુરપ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરે છે: નીતિન પટેલ
અમદાવાદ: લોકસભાની ચૂંટણીમાં ભાજપ હોય કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ મનફાવે તેમ લોકો સમક્ષ ભાષણ આપતા હોય છે, ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે મનફાવે તેવા નિવેદનો કર્યા હતા, ત્યારે આ મુદ્દે ભાજપ દ્વારા સુપ્રીમમાં અરજી કરાઈ હતી. ત્યારબાદ આજે રાહુલ ગાંધીને ખેદ વ્યક્ત કરવો પડ્યો છે.
ફાઈલ ફોટો
જે અરજીને ધ્યાનમાં રાખીને સુપ્રીમે રાહુલને નોટિસ પણ આપી હતી અને આ અંગે રાહુલ ગાંધી પાસે કોર્ટે ખુલાસો માંગ્યો હતો. ત્યારે આ અંગે રાહુલ ગાંધીએ કોર્ટની સમક્ષ ખેદ વ્યક્ત કર્યો છે અને ખુલાસો રજૂ કર્યો છે. રાહુલને માફી માગવી પડી છે. જે અંગે નીતિન પટેલે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી દુરપ્રચાર કરી જનતાને ગેરમાર્ગે દોરે છે. રાહુલે ખેદ વ્યક્ત કર્યો એ સાબિત કરે છે કે તેમનું નિવેદન ખોટું હતું.