ગુજરાત

gujarat

ETV Bharat / state

નિર્મલા સીતારમણ અમદાવાદમાં, 370 પર કહ્યું- કાશ્મીરી મહિલાઓને ફાયદો થશે

અમદાવાદઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમન ગુજરાતના એક દિવસના પ્રવાસે આવ્યા હતા. ત્યારે, કેંન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને પ્રદેશ ભાજપ સંગઠન પર્વ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં સૌરાષ્ટ્ર પટેલ કેળવણી કન્યા છાત્રાલય ખાતે સદસ્યતા અભિયાનમાં હાજરી સાથે ભાજપમાં મહિલા સશક્તિકરણ વાત સાથે મહિલાઓને ભાજપમાં જોડવા માટે આહ્વાન કર્યું હતું. ભાજપના જોડાયેલા વિધાર્થીઓ ખેસ પહેરીને નિર્મલા સીતારામને આવકારતા જણાવ્યું હતું. આ સાથે જ કહ્યું કે 370 કલમ દુર કરવાનું શ્રેય ભાજપને જાય છે.

નિર્મલા સીતારમણ

By

Published : Aug 16, 2019, 11:42 PM IST

370 કલમના કારણે કાશ્મીરનાં યુવાનનો વિકાસ અટક્યો હતો. 370 કલમના કારણે કાશ્મીરનો વિકાસ રૂંધાયો હતો. પરંતુ, અમે 50 વર્ષથી મેનીફેસ્ટૉમા 370 કલમ હટાવાનું કહ્યુ હતું. જે અમારી સરકારે કરી બતાવ્યું છે. હવે, જમ્મુ કાશ્મીર 370 કલમના કારણે પંજાબમાંથી કાશ્મીરમાં વસેલા SC સમુદાયને અનામત લાભ મળતો ન હતો. જે હવે SC અને ST સમુદાય અનામત લાભ મળતો થશે.

નિર્મલા સીતારમણ અમદાવાદમાં, 370 પર કહ્યું- કાશ્મીરી મહિલાઓને ફાયદો થશે

મહિલા આયોગ કાશ્મીરમા કાર્ય કરી શકતુ ન હતું. તે સક્રિય બનીને મહિલા વિકાસ માટે આગળ આવશે. તે ઉપરાંત નિર્મલા સીતારામનએ સર્કિટ હાઉસ ખાતે કરેલ પ્રેસમાં જણાવ્યું હતું કે દેશમાં આયકર વિભાગ સાથે હું વાતચીત કરી રહી છું. વેપારીઓ સાથે પણ હું વાતચીત કરી રહી છું. દેશની રેવન્યુમાં પારદર્શકતા આવે તે જરૂરી છે.

આ સાથે જ ટેકનોલોજી દ્વારા અધિકારીઓને સુવિધાઓ મળવી જોઈએ.ઇન્કમટેક્સને સંલગ્ન પ્રશ્નો હાલમાં આવી રહ્યા છે.પાંચ ગ્રુપ સાથે ચર્ચા કરી છે. બેન્ક ઇન્ડસ્ટ્રી, પ્રાઈવેટ સેક્ટર સાથે વાતચીત કરી છે.આ તમામ પ્રશ્નો બાબતે ગઈકાલ વડાપ્રધાન સાથે પણ ચર્ચા થઈ છે, તેવું જણાંવ્યુ હતું.

ABOUT THE AUTHOR

...view details