ગુજરાત

gujarat

ETV Bharat / state

પીરાણા ડમ્પીંગ સાઈટ: NGT એ ગુજરાત સરકાર અને અમદાવાદ મનપાને નોટિસ ફટકારી

અમદાવાદ: છેલ્લા 37 વર્ષથી પીરાણા ડમ્પિંગ સાઈટ ખાતે કચરાનો મહાકાય ઢગ ખડકવામાં આવે છે. આ ઢગને દૂર કરવા માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુજરાત સરકાર અને અમદાવાદ કોર્પોરેશનને 20 ઓગસ્ટે અંતિમ નોટીસ ફટાકારી હતી, પરંતુ સવાલ એ છે કે, અનેક કિલોમીટર દૂરથી દેખાતા 80 ફૂટ ઊંચા કચરાના ઢગનો નિકાલ સરકાર 37 વર્ષમાં નહીં કરી શકી તેનો 1 વર્ષમાં કેમ નિકાલ કરશે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની અમદાવાદ મનપાને નોટિસ

By

Published : Aug 28, 2019, 6:32 PM IST

નોંધનીય છે કે, અમદાવાદની મનપાને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે પીરાણાના ડમ્પિંગ સાઈટ ખાતેના કચરાના નિકાલ માટે નોટિસ ફટકારી છે. કચરાનો વધુ પડતો ઉપદ્રવ પણ પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થય માટે હાનિકારક છે. આ ઉપરાંત વરસાદી માહોલના કારણે પણ સમસ્યાઓ સર્જાઈ શકે છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની અમદાવાદ મનપાને નોટિસ

કચરાને 1 વર્ષમાં દૂર કરવા અંગેના સવાલના જવાબમાં હર્ષદ સોલંકીએ જણાવ્યું હતું કે, 84 હેક્ટરમાં 3 ટાવર જેવા પીરાણાના પહાડોમાં 200 લાખ મેટ્રીક ટનથી વધુ કચરો છે. જેમાં અમે રોજ 2000થી 2100 મેટ્રીક ટન કચરાનો નિકાલ કરીએ છીએ. વરસાદી માહોલને કારણે કચરો ભીનો થતા ઉપાડવામાં મુશ્કેલીઓ આવી રહી છે. વરસાદના વિરામ પછી અમે કામની સ્પીડમાં વધારો કરીને કચરાને ઝડપથી હટાવવાની કામગીરી કરીશું. વધુમાં તેમણે કહ્યું હતું કે, NGTનો ઓર્ડર તો હમણાં જ આવ્યો છે પરંતુ અમારું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. આવતા વર્ષ સુધીમાં પીરાણામાં કોઈ કચરો જોવા નહિં મળે.



ABOUT THE AUTHOR

...view details