ગુજરાત

gujarat

ETV Bharat / state

Naroda Gam Massacre : નરોડામાં થયેલા નરસંહાર મામલે મોટો ચૂકાદો, તમામ આરોપીઓ નિર્દોષ જાહેર - તમામ આરોપીઓ નિર્દોષ જાહેર

નરોડા નરસંહારના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોમાં અમદાવાદના નરોડા ગામમાં હત્યાકાંડ થયો હતો. એમાં આજે ગુરુવારે સ્પેશિયલ કોર્ટ 21 વર્ષ બાદ ચૂકાદો આપ્યો છે. માયા કોડનાની, બાબુ બજરંગી અને જયદીપ પટેલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

Etv Bharat
naroda-patiya-massacre-case-verdict-by-a-special-court-in-ahmedabad

By

Published : Apr 20, 2023, 8:38 AM IST

Updated : Apr 20, 2023, 9:20 PM IST

નરોડા નરસંહાર મામલે આરોપીઓ નિર્દોષ જાહેર કરતા ખુશીનો માહોલ

અમદાવાદઃ નરોડા નરસંહાર મામલે સ્પેશિયલ કોર્ટ દ્વારા ચૂકાદો આપવામાં આવ્યો છે. નરોડા નરસંહારના તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. તારીખ 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામમાં 11 લોકોને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી તોફાનોમાં 11 લોકોની હત્યા થઈ હતી. આ 11 લોકોને મિલકતો લૂંટીને તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા સ્થળ ઉપરથી જ 20 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસ દરમિયાન 50 થી વધુ આરોપીઓની તબક્કાવાર ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ High Court: રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવાનો મુદ્દે HCનો મહત્વનો નિર્ણય

માયા કોડનાનીના વકીલનું નિવેદન: માયા કોડનાનીના એડવોકેટ અમિત પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 21 વર્ષની આ કેસ માટે સંઘર્ષ ચાલી રહ્યો હતો. આજે માયાબેન કોડનાનીને આમાં નિર્દોષ જાહેર કર્યા છે. અમારા તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે નરોડા પાટિયા કેસમાં બનાવ બન્યો ત્યારે માયાબેન ત્યાં હાજર હતા કે નહીં તેની કોઈ પૂરતા પુરાવા નથી. આ સાથે જ તેમના હાજર હોવાની કે બીજા કોઈ સાબિતી ફરિયાદ પક્ષ પણ રજૂ કર્યું શકી નથી. તમામ વિગતો અને પુરાવાને ધ્યાનમાં રાખીને માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

બચાવ પક્ષના વકીલ રાજેશ મોદીનું નિવેદન

બચાવ પક્ષના વકીલનું નિવેદન: બચાવ પક્ષના વકીલ રાજેશ મોદીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ઘણા વર્ષોથી તમામ આરોપીઓને નિર્દોષ થોડી મૂકવામાં આવ્યા છે ત્યારે એક ખુશી જોવા મળે છે. અમારા તરફથી છેલ્લા ઘણા વર્ષોથી જ સુનાવણી ચાલતી હતી સમય દરમિયાન અમારા તરફથી બધા જ પુરાવાઓ, સાક્ષીઓ, કેસને લગતી તમામ વિગતો કોર્ટ સમક્ષ મુકવામાં આવી હતી. ફરિયાદ પક્ષ તરફથી ખોટા આરોપ લગાવવામાં આવતા હતા. સાક્ષીઓ સાથે જ છેડછાડ કરવામાં આવી હતી આ સાથે જ સાક્ષીઓને ગેરમાર્ગે પણ દોરવામાં આવી રહ્યા હતા. જે તમામ બાબતો કોર્ટને ધ્યાનમાં રાખવામાં આવી હતી. આજે બધી બાબતોને ધ્યાનમાં રાખીને અમારા તરફેણમાં ફેસલો સંભળાવીને આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે: ફરિયાદી પક્ષના વકીલ

ચૂકાદાને ઉપલી કોર્ટમાં પડકારશે:ફરિયાદી પક્ષના વકીલ શમશાદ ખાને જણાવ્યું હતું કે, કોર્ટના ચૂકાદાને તેઓ ઉપલી કોર્ટમાં પડકારશે. તેઓએ ચૂકાદા પર સવાલ ઉભા કરતા જણાવ્યું હતું કે આ ચૂકાદા બાદ નરોડા હત્યાકાંડના પીડિતો પૂછી રહ્યા છે કે આખરે તે હત્યાકાંડ પાછળ કોનો હાથ હતો. કોર્ટ પાસે પણ તેનો જવાબ નથી અને કોર્ટના જજમેન્ટમાં પણ નથી. કોર્ટે ફક્ત બે લીટીમાં ચૂકાદો આપ્યો છે ત્યારે એ જોવાનું રહ્યું કે ચૂકાદો કઈ દલીલોના આધારે આપવમાં આવ્યો છે.

21 વર્ષ 41 દિવસ બાદ ચૂકાદો:ચૂકાદા પહેલાથી જ અમદાવાદ ભદ્ર કોર્ટની બહાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવામાં આવ્યો હતો. પોલીસ એન્ટ્રી કર્યા બાદ જ કોર્ટ કેમ્સમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસનો ચૂકાદો 21 વર્ષ 41 દિવસ બાદ આવ્યો છે.

ચાર્જશીટ મૂકાઈ હતીઃ આ સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટના નિર્દેશથી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને તારીખ 26.8.2008 ના રોજ તપાસ સોંપવામાં આવી હતી એસઆઇટી એ તપાસ કરીને વીએચપીના અગ્રણી જયદીપ પટેલ, માયાબેન કોડનાની, બાબુ બજરંગી સહિત આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જફ્રેમ કરીને જુબાની તથા ઉલટ તપાસ હાથ ધરવામાં આવી હતી.

આટલા સાક્ષીઃઆ કેસના સાક્ષીઓની વાત કરવામાં આવે તો આ કેસમાં કુલ 258 સાક્ષીઓ છે. જેમાં એક સમય 187 જેટલા સાક્ષીઓની તપાસ કોર્ટે સંપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. આ કેસમાં સરકાર ફરિયાદ પક્ષ, બચાવ પક્ષ, દ્વારા 10000થી વધુ પાનાની લેખિત દલીલો અને 100 જેટલા ચૂકાદા ટાંકવામાં આવ્યા હતા. પોલીસ અને SIT દ્વારા કુલ 86 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાંથી એક આરોપીને કોર્ટે ડિસ્ચાર્જ કર્યો હતો. જ્યારે 17 આરોપીઓ ચાલું ટ્રાયલ દરમિયાન મૃત્યું પામ્યા હતા. મૃત્યુ પામેલા આરોપીઓ સામે કેસ પડતા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં 68 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી. આજરોજ કુલ 68 આરોપીઓ સામે ચૂકાદો આવી શકે છે.

આ પણ વાંચોઃ Gujarat High Court : સ્ટેટ એકઝામ બોર્ડના એક નિયમને ફગાવાયો,

આ પણ વાંચોઃ CRPF Jawan Suicide: CRPFના જવાને દાઢીના ભાગે AK-47 ની ગોળી મારી

બે જજની ખાસ મુલાકાતઃSITના સ્પેશ્યલ જજ સુભદ્રા બક્ષીએ નરોડા ગામની મુલાકાત કરીને અધિકારીઓ, ફરિયાદી, પીડિતો તથા SITના વકીલ સાથે ખાસ મુલાકાત યોજી હતી. બે કલાક સુધી તેઓ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા. આ પહેલા તત્કાલિન સ્પેશ્યલ કોર્ટના જજ પી.બી.દેસાઈ પણ ઘટના સ્થળે નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે પણ ભોગ બનનારા, વકીલ, તથા અધિકારીઓ સાથે ખાસ મુલાકાત કરી હતી. જજની મુલાકાતને ધ્યાને લેતા આ કેસની ગંભીરતાને સમજી શકાય છે.

નવ કેસની તપાસઃસુપ્રીમ કોર્ટના આદેશથી ગોધરાકાંડ સહિત કુલ મળીને નવ કેસની તપાસ સ્પેશ્યલ ઈન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવી હતી. જેમાંથી આઠ કેસ પર ચૂકાદો જાહેર થઈ ચૂક્યો છે. જ્યારે આ કેસ પર છેલ્લા પાંચ વર્ષથી રાહ જોવાઈ રહી હતી. સૌની નજર હવે આ કેસના ચૂકાદા પર છે.

Last Updated : Apr 20, 2023, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details