ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદના નરોડામાં પાડોશીની હત્યા કરનારા બંને આરોપીની ધરપકડ - VIJAY MIL

અમદાવાદઃ શહેરમાં નરોડા વિસ્તારમાં વિજયમિલના ઔડાના મકાનમાં 30 જૂને રાત્રે આરોપી અને તેની પ્રેમિકા દ્વારા પડોશમાં રહેતી મહિલાની હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે.

AHD

By

Published : Jul 9, 2019, 10:50 AM IST

રોપી ભૂપતને તેમની સાળી જોડે પ્રેમ સંબંધ હતા, જેથી 30 જૂનની રાતે આરોપી ભૂપત તેની પ્રેમીકા સાળી સાથે તેના ઘરે હતો ત્યારે અચાનક ભૂપતની પત્નીએ તે બંનેને રંગે હાથે ઝડપી લીધા હતા.

ત્યારે જ પડોશમાં રહેતા જ્યોત્સનાબેન બહાર આવ્યા અને ભૂપતને તેના પર પત્નીને જાણ કરવાનો શક જતા જ્યોત્સનાબેન પર છડી વડે હુમલો કર્યો હતો.જેમાં જ્યોત્સના બેનનું મોત નીપજ્યું હતું અને તેમની દિકરી રોશની ઈજાગ્રસ્ત થઈ હતી.

નરોડામાં પાડોશીની હત્યા કરનાર ઝડપાયા

હત્યા બાદ શહેર કોટડા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી.જોકે, પોલીસે આરોપી ભૂપત અને તેની પ્રેમિકા સાળીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details