ગુજરાત

gujarat

ETV Bharat / state

શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટના,વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેમના જ જન્મદિવસે હત્યા

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં એક 50 વર્ષીય આધેડની તેના જ જન્મ દિવસે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.Murder in Ahmedabad, Ahmedabad Murder Case, Today death in Ahmedabad

શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટના,વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેમના જ જન્મદિવસે હત્યા
શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટના,વસ્ત્રાલમાં 50 વર્ષીય આધેડની તેમના જ જન્મદિવસે હત્યા

By

Published : Aug 26, 2022, 9:11 PM IST

અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર લોહિયાળ (Ahmedabad Murder Case )બન્યો છે. જ્યાં વસ્ત્રાલમાં એક 50 વર્ષીય આધેડની તેના જ જન્મ દિવસે હત્યા કરવામાં આવી હોવાનું સામે( Ahmedabad Crime News Today Gujarati )આવ્યું છે. લોહી લુહાણ હાલતમાં મૃતદેહ ઘરમાં જ મળી આવતા રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.

જન્મદિવસે હત્યા

હત્યાનો બનાવ બન્યો વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા સુંદરમ આવાસ યોજનાનામાં હત્યાનો બનાવ (Murder incident in Sundaram residence)બન્યો છે. આવાસ યોજનામાં ભાડેથી રહીને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દિપક ચાવડા નામના 50 વર્ષીય વ્યક્તિની ઘરમાં જ મૃતદેહ મળ્યો હતો. મૃતક દિપક ચાવડા પત્ની સાથે સાતમ આઠમ કરવા માટે સુરેન્દ્રનગર ગયા હતા અને ત્યાંથી એકલો 21 મી ઓગસ્ટે ઘરે આવ્યો હતો. 21 મી ઓગસ્ટે મૃતક દિપક ચાવડાનો જન્મ દિવસ હોવાથી પત્નીએ ફોન કરી જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.

જન્મદિવસે હત્યા

આ પણ વાંચોતિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સગીરાની જાહેરમાં કરાઇ હત્યા

રામોલ પોલીસને જાણ કરવામાં આવીજોકે પતિ દારૂના નશામાં લાગતો હોવાથી પત્નીએ પૂછતાં દિપક ચાવડાએ જન્મ દિવસ છે એટલે દારૂ તો પીવો જોઈએ તેમ વાત કરી હતી. જે બાદ ત્રણ દિવસ સુધી દીપક ચાવડાએ પત્નીને ફોન ન કરતા અને ફોન ન ઉપાડતા 25 ઓગસ્ટ ઘરે પરત ફરી હતી જ્યાં ઘરનો દરવાજો ખોલતા જ ઘરમાં પતિ દીપક ચાવડા લોહી લુહાણ હાલતમાં જોવા મળતા રામોલ પોલીસને જાણ કરવામાં આવી હતી.

આરોપીને પકડવા ચક્રો ગતિમાનરામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી, જોકે પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા બે દિવસ પહેલા થઈ હોવાનું સામે આવતા આ સમગ્ર મામલે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ FSL ની ટીમે ઘટના સ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા હતા. મહત્વનું છે કે મૃતક ત્રણ દિવસથી પોતાના ઘરે એકલો હતો, તે જ સમયે તેની હત્યા કરી નાખવામાં આવી હતી અને સાથે જ તેનો મોબાઈલ પણ ઘરમાંથી ન મળી આવતા આરોપીએ મોબાઈલ પણ લૂંટી લીધો હોય તેવી આશંકાના આધારે રામોલ પોલીસે અલગ અલગ દિશામાં ટીમો કામે લગાડી હત્યાને અંજામ આપનારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચોપાપ છાપરે ચડીને પોકારે, મહિલાએ પોતાના જ સુહાગને પતાવી દીધો

બે દિવસમાં બે હત્યાની ઘટનાઅમદાવાદ શહેરમાં બે દિવસમાં બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. તેવામાં આ ગુનામાં સામેલ આરોપી હત્યા કર્યા બાદ કઈ દિશામાં ગયો તેમજ રીક્ષા ચાલકની હત્યા કરવા પાછળનું કારણ શું છે. તે તમામ બાબતોના ખુલાસા આરોપીના ઝડપાયા બાદ જ સામે આવશે ત્યારે જોવાનું રહ્યું કે રામોલ પોલીસ આરોપીને ક્યારેય ઝડપી પાડે છે.

ABOUT THE AUTHOR

...view details