શહેરના રામોલના જનતાનગરમાં ગત રાતે 8-30 કલાકે શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવતમાં હથિયારથી મારામારી થઈ હતી. જે દરમિયાન બંને શખ્સો ઘાયલ થયા હતા. જેને સારવાર અર્થે એલ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રમીજખાનને ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે મૃતક રમીજના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તોડફોડ કરી હતી. ઉપરાંત શંકાસ્પદ ઈસમ એટલે કે શમશેરને પણ મારમાર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને મણિનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
રામોલમાં અંગત અદાવતમાં હત્યા, મૃતકના પરિજનોએ હોસ્પિટલમાં કર્યો હોબાળો
અમદાવાદ: રામોલમાં ગત રાતે બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે દરમિયાન એક ઇસમનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. મૃતક ઇસમના પરિવારજનોએ આ મામલે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો અને તોડફોડ કરી હતી. રામોલ પોલીસે આ અંગે અલગ અલગ બે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ ગુનો રામોલમાં થયો હોવાથી રામોલ પોલીસે આ મામલે બંને પક્ષની ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી શરૂ હાથ ધરી હતી. તો બીજી તરફ એલ.જી.હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જે અંગે મણિનગર પોલીસે તપાસ હાથ ધરી હતી. હોસ્પિટલમાં થયેલ બનાવને પગલે ઝોન-5 અને ઝોન-6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ મામલે પ્રત્યક્ષદર્શી અને પરિવારજનોની પૂછપરછ કરી હતી.
બંને ઈસમો શમશેર શેખ અને રમીજખાન પઠાણ વચ્ચે જૂની અદાવત હતી. અગાઉ પણ બંને સામે અનેક મારામારીના ગુન્હા નોંધાયેલા છે. બંનેએ એક બીજા પર હથિયારથી હુમલો કર્યો હતો. આ બંને ઈસમો રામોલમા નામચિહ્ન રહી ચૂક્યા છે. પોલીસે બંને ઈસમો વચ્ચે ક્યાં કારણથી અદાવત હતી તે અંગે પણ તપાસ શરૂ કરી છે.