ધોરણ ૧૨ સાયન્સ ગ્રુપ એ,બી અને એબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષામાં બેસશે. ગ્રુપ A (ગણિત)માં ૫૬૯૧૩, ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં ૭૭૪૭૮ અને ગ્રુપ AB (ગણિત પ્લસ જીવવિજ્ઞાન)માં ૪૫૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણિક વિજ્ઞાનની પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૧૨નો રહેશે.
એક લાખથી વધુ વિદ્યાર્થીઓ આવતી કાલે ગુજકેટની પરીક્ષા આપશે - Gujcet
અમદાવાદ: શુક્રવારે રાજ્યભરમાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ ૨૦૧૯ની પરીક્ષાઓ લેવામાં આવશે. જેમાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટની પરીક્ષા આપવી ફરજિયાત છે. ત્યારે આવતીકાલે એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ફાઈલ ફોટો
જે વિજ્ઞાનની પરીક્ષાનો સમય બપોરે ૧ થી ૨ જ્યારે ગણિતની પરીક્ષાનો સમય બપોરે ૨ થી ૩ રાખવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી છે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી ફરજીયાત રહેશે. રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.