અમદાવાદ : કલાકારો એટલે પ્રેમ, ઉષ્મા, સંવેદનાનું એક નિર્મળ ઝરણું જ્યારે છેલ્લા દોઢ મહિનાથી ચારેબાજુ covid-19 કોરોના એક ખોફ કરી રહ્યો છે, ત્યારે વધુ સંવેદનશીલ એવા આર્ટિસ્ટ કલાકારો પોતે પણ વ્યથિત હોય તે ખૂબ જ સ્વાભાવિક છે.
લોકડાઉનમાં કવિ તુષાર શુક્લનો સુંદર રચના દ્વારા સંદેશ...
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી ફેલાયેલી છે, ત્યારે કોરોનાની બીમારીના કારણે વિશ્વભરમાં અંદાજિત અઢી લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે અને ભારતમાં પણ હજારોના મૃત્યુ થઈ ચૂક્યા છે. હજુ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો સારવાર હેઠળ છે, ત્યારે આ બિમારીને નાથવા તેમજ તેને આગળ વધતી અટકાવવા માટે સમગ્ર ભારતમાં આ જ કારણે lockdown કરવામાં આવ્યું છે. ઘરમાં જ રહી અને સુરક્ષિત રહી શકાય છતાં એન્ટરટેઇન્મેન્ટ માટે શું કરવું? તેઓ વિચાર જે જી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટના બિજોય શિવરામને આવ્યો અને તેઓએ આ કપરી પરિસ્થિતિમાં પણ લોકો બિમારીના ડરને બાજુમાં રાખી તેમાંથી બહાર આવી શકે તેવા પ્રયત્ન શરૂ કર્યા છે.
lockdownના દિવસે સવારે ચા ના ટેબલ પર જે જી કોલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટસના વાઇસ પ્રિન્સિપાલ બીજોય શિવરામના મનમાં એક વિચાર ઝબક્યો કે, આવા સમયે લોકોની હિંમત વધારતો, મનોબળ પૂરો પાડતો અને નિરાશાવાદી વિચારોથી દૂર કરતો જે સંદેશો લોકોને મોકલવામાં આવે તો કેવું ? જ્યારે તેમના દ્વારા આ વિચાર અન્ય કલાકારો જોડે ચર્ચાયો હતો. સહર્ષ કલાકારોએ એક નવી આશા ઊભી કરતો લોકોને પ્રોત્સાહિત કરતો એક મિનિટનો પોતાનો વીડિયો કલાકારો એ મોકલવાનું સહર્ષ સ્વીકારી અને ગણતરીના કલાકોમાં જ ૮૦ જેટલા સમાજના ઉચ્ચ પ્રતિષ્ઠિત, સમાજના સન્માનિત કલા ક્ષેત્રની દેશની અને રાજ્યની વિભૂતિ દ્વારા આ સંદેશ j g college of performing artsના બીજોય શિવરામને મોકલવામાં આવ્યો હતો. તેમના કહ્યા મુજબ રોજ પાંચેક વિભૂતિઓના સંદેશા એકઠા કરી તેમના નજીકના સ્નેહી અને કલાકારોને વોટ્સએપના માધ્યમથી મોકલવાનું શરૂ કર્યું અને આજે બે જેટલા વીડિયો બનાવીને મોકલ્યા બાદ કેટલાક લોકો દ્વારા આ કાર્યને વખાણવામાં આવ્યું છે.
આવા કપરા સમયમાં લોકોને હિંમત બરકરાર રહે તે હેતુથી આ સંદેશો ચાલુ રાખવા લોકોની દ્રઢ માંગણી છે. આ કાર્ય સરાહનીય છે. બીજોય શિવરામના જણાવ્યાં મુજબ ૧૬ જેટલી વીડિયો ક્લીપ અઢી અઠવાડિયા રોજ મોકલી શકાય એટલા સંદેશા તેમના દ્વારા અત્યાર સુધી મેળવાયેલા અને કેટલાક હજુ આવવાની પ્રક્રિયામાં છે, ત્યારે આવા કપરા સંજોગોમાં પણ કવિઓની સંવેદનશીલતાની ખુશ્બુ પ્રસરી રહી છે.