200 વાર રક્તદાન કરી સર્જ્યો વિક્રમ,આપ્યું માણસાઇનું આનોખું ઉદાહરણ - વિક્રમ સર્જન
અમદાવાદ: શહેરમાં આવેલા ઉદગમ સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ બ્લડ ડોનેટ કર્યુ હતું. આ કેમ્પનું આયોજન કરનાર હરીશ પટેલ પોતે 199 વખત બ્લડ ડેનેટ કરી ચૂક્યા છે. આ વખતે તેમણે 200મી વખત બ્લડ ડોનેટ કરી લોકો માટે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રક્તદાન દાતા હરિશભાઇ
અમદાવામાં આવેલા ઉદગમ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા હતાં. તો આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરનાર હરીશ પટેલે આ વખતે બ્લડ ડોનેટ કરી અનોખો વિક્રમ સર્જ્યો હતો. તેમણે ૫૧ વર્ષની ઉંમરે 200મી વખત બ્લડ ડોનેટ કરી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ત્યારે આ અંગે વાત કરતા હરીશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ જ્યારે 18 વર્ષના હતા,ત્યારથી પોતેબ્લડ ડોનેટ કરે છે. તેમને આ કામ કરી આનંદ અને ગર્વ મહેસુસ થાય છે. તેઓ સતત આ પ્રકારે બ્લડ ડોનેટ કરે છે. તેમની સંસ્થા દ્વારા બલ્ડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તેમની ઈચ્છા છે કે,સૌ કોઈ આ કાર્યમાં જોડાઈજરૂરિયાતોને મદદરૂપ થાય.
51 વર્ષની ઉંમરે પણ તેમનો જુસ્સો અને કેમ્પ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન ભલ ભલા યુવાઓને શરમાવે તેવોછે. તેમના આ ઉત્તમ કાર્યમાં તેમની સાથે તેમના મિત્રો અને પરિવાર હંમેશા તેમની સાથે હોય છે.