સમસ્ત બંગાળી સમાજ એસોશિએશનના પ્રમુખ રઉફ બંગાળીએ કહ્યું કે, મમતા સરકારના કાર્યકર્તા ભય અને ગુંડાગીરીની રાજનીતિ કરે છે. હદ તો એ છે કે બંગાળમાં સન્માનીય મનાતી વિધ્યાસાગરની મૂર્તિને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે જે ધણી દુખની વાત છે. આજે 2400 કિમી દુર ગુજરાતમાં સલામતી અનુભવીએ છીએ જ્યારે બંગાળમાં સ્થિતિ હિંસાત્મક છે.
ગુજરાતના બંગાળી સમાજ એસોશિએશનનું નિવેદન, કહ્યું- મમતાના કાર્યકર્તા ડર ફેલાવે છે - association
અમદાવાદ: બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા બાદ કરવામાં આવેલા લાઠ્ઠીચાર્જની ઘટનાને ગુજરાત બંગાળી સમાજ એસોશિએશન દ્વારા વખોડવામાં આવી છે. તૃણમૂલ કોગ્રેસના કેટલાક કાર્યકરતાઓએ જે કૃત્ય કર્યું તે ખરેખર નિંદનીય અને ટીકાપાત્ર છે.
બંગાળમાં મમતાના કાર્યકર્તા ભય અને ગુંડાગીરી ફેલાવે છે
મમતા બેર્નજી પોતાના કાર્યકરતા પર કાબુ રાખે અને હિંસા ફેલાવનાર લોકો સામે પગલા લે. બંગાળમાં હિંસા બાદ ચુંટણી પ્રચાર એક દિવસ પહેલા બંધ કરી દેવાથી ભાજપની નુકસાન થવાનો પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે, લોહીયાળ રાજનીતિ થાય તેના કરતા ચુંટણી પંચનો નિર્ણય વધુ યોગ્ય છે.