- સમગ્ર ભારતમાં ઘેરો પ્રત્યાઘાત
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આત્મીય સંબંધ ધરાવતા હતા
- જૂનાગઢ ભારતી આશ્રમ ભવનાથ ખાતે સમાધિ આપવામાં આવશે
અમદાવાદ: મહામંડલેશ્વર ભારતી બાપુ ગત મોડી રાત્રે 2.30 વાગ્યે બ્રહ્મલીન થયા હતા. ભારતી બાપુના અંતિમ દર્શન આજે રવિવારે સવારે 8:30 કલાક સુધી સરખેજ આશ્રમ રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાધિ સ્થાન જૂનાગઢ લઇ જવામાં આવ્યા હતા.
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા વડાપ્રધાન સહિત તમામ પ્રધાનોમાં તેઓ ખૂબ આદરણીય હતા
શ્રી મહામંડલેશ્વર ભારતી બાપુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નિકટનો સંબંધ ધરાવતા હતા. તેમજ ગુજરાત રાજ્યના તમામ પ્રધાનો પણ ભારતી બાપુને નમન કરવા આવતા હતા તેમજ તેમની સલાહ મેળવતા હતા. તેમજ સમગ્ર ભારતના સાધુ સમાજમાં તેમના પ્રત્યે ખુબ જ આદર હતો અને ભવનાથ તમામ સાધુ સમાજના અખાડામાં પણ તેઓ પૂજનીય સંત તરીકે પૂજાતા હતા અને દરેક સમસ્યાનું સમાધાન ભારતીબાપુ કરી આપતા હતા. ભારતી બાપુએ વ્યસન મુક્તિનું ખૂબ મોટુ કામ કર્યું હતું.
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા આ પણ વાંચો: ગુરુપૂર્ણિમાએ મહામંડલેશ્વર ભારતી બાપુએ ETVના માધ્યમથી આપ્યો આ ઉપદેશ, જુઓ વીડિયો
પહેલી એપ્રિલે 93મો જન્મદિવસ ભારતીબાપુએ ETV Bharatને આપ્યો હતો સંદેશ
પૂજ્ય ઋષિ ભારતીજી મહારાજે ઘેરા દુ:ખ સાથે જણાવ્યું હતું કે, હવે ભારતી બાપુ આપણી વચ્ચે રહ્યા નથી. છેલ્લે 1 મહિના પહેલા મહાશિવરાત્રી પર્વ ઉપર રાત્રિના નાગા બાવાની રવેડીમાં દર્શન આપ્યા હતા અને પહેલી એપ્રિલના દિવસે તેમનો 93મો જન્મદિવસ સરખેજ ભારતી આશ્રમમાં ઉજવવામાં આવ્યો હતો. ભારતી બાપુનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ મુકામે થયો હતો. પહેલી એપ્રિલે તેમના જન્મ દિવસ નિમિત્તે ભારતી બાપુએ ETV Bharatના દર્શકોને સંદેશ આપ્યો હતો ને તે સંદેશ તેમનો છેલ્લો બની ગયો હતો.
આ પણ વાંચો: ઘેર રહો, સુરક્ષિત રહી ચૈત્રી નવરાત્રિમાં માતાજીની ઉપાસના કરીએ કોરોના ભાગી જશેઃ ભારતીબાપુ
મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુનો ETV Bharatને અંતિમ સંદેશો
મહામંડલેશ્વર પૂજ્ય શ્રી ભારતી બાપુએ તેમના 93માં વર્ષની જન્મ જયંતિ નિમિત્તે ETV Bharat પર તેમનો સંદેશ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે, આપણે સૌ ભેગા મળી સનાતન ધર્મના દિગ્વિજય માટે કાર્ય કરીએ અને કેટલું જીવવા કરતા કેવું જીવવું એને મહત્વ આપીએ. માટે જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી ભગવાનની પૂજા કરીએ અને ભજન તેમજ ભોજન કરાવીએ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીએ, નિર્વ્યસની જીવન જીવીએ અને ભગવાનને પાર્થના કરીએ કે, હવે કોરોનાની મહામારી સામે વિશ્વ ઝઝૂમી રહ્યું છે તો તેની વિદાય થાય અને દુનિયા શાંતિથી જીવે.
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારીથી મુક્ત થાય તેવા આપ્યા હતા આશીર્વાદ
ભારતી આશ્રમના ગાદીપતિ મહંત મહામંડલેશ્વર ભારતી બાપુએ દિવાળીની સમગ્ર વિશ્વને શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી તમામ લોકોને મુક્તિ મળે તે માટેના આશીર્વચન પાઠવ્યા હતા. દરેક દેશવાસીઓની સાથે સમગ્ર વિશ્વને આવનારુ નવું વર્ષ આરોગ્ય સફળતા અને લાભદાયક નીવડે એવા આશીર્વાદ આપ્યા હતા.
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા ગુરુપૂર્ણિમાના પાવન દિવસે આશીર્વાદ આપ્યા હતા
ગુરુપૂર્ણિમાએ ગુરુનું રૂણ ચુકવવાનો દિવસ છે. ગુરૂ માનવીને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાનો દિવસ છે. તેમનો સંત્સગ સાંભળવાનો દિવસ છે અને તે સંત્સગ જીવનમાં ઉતારવીને તેને આચરણમાં મુકવાનો દિવસ છે. આવા શુભભાવ સાથે ગુરુપૂર્ણિમા ઉજવાય છે. આવા પાવન દિવસે મહામંડલેશ્વર ભારતી બાપુએ ETV Bharatના માધ્યમ દ્વારા આશીર્વાદ આપ્યા હતા અને સંદેશ આપ્યો હતો.
મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે