ગુજરાતના દરિયાકાંઠે હજુ વરસાદ આવી શકે છે. જેને લઇને તંત્ર દ્વારા દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત સલામતીના હેતુસર NDRFની 15 જેટલી ટીમને ખડે પગે રાખવામાં આવી છે. અરબી સમુદ્ર પર ‘કયાર’ નામના વાવાઝોડા પછીના પાંચ જ દિવસમાં બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ હતી. જે આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાતના દરિયાકાંઠે હિટ થવાની શક્યતા છે. પણ તાજેતરમાં જ હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ગુજરાત પર ટકરાશે નહીં અને અરબી સમુદ્રમાં જ નબળી પડી જશે. જોકે, તંત્રએ વાવાઝોડાને પહોંચી વળવા માટે તમામ તૈયારી કરી લીધી છે અને NDRFની15 ટીમોને ખડે પગે રાખી છે.
‘મહા’વાવાઝોડુ દરિયાકાંઠે અસર કરશે, ઝડપી પવન ફૂંકાવાની શક્યતા - Gujarat
અમદાવાદઃ 'ક્યાર' બાદ 'મહા' નામનો ખતરો ગુજરાત પર હતો, જે આગામી ત્રણ-ચાર દિવસ ગુજરાતના દરિયા કિનારે હિટ થવાની આશા સેવવામાં આવી હતી, પરંતુ તાજેતરના હવામાન વિભાગના આંકડાઓ મુજબ, 'મહા' સમુદ્રમાં જ નબળું પડી જશે. એવું લાગી રહ્યું છે.
ગુજરાત પરથી ટળ્યું 'મહા' સંકટ
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, ઉના, ભાવનગર, દ્વારકા ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ સમગ્ર ગુજરાત પર આગામી 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને તાપમાનમાં પણ ક્રમશઃ ઘટાડો થઇ શકે છે. ગુજરાતના વહીવટી તંત્રએ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપી છે, તેમજ દરિયાકિનારે ફરવા જતા લોકોને પણ પાંચ દિવસ દરિયાકાંઠે ન જવા અપીલ કરી છે. હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે.