અમદાવાદ: માધવ કોપર લિમિટેડ કોપર વાયર, કોપર રોડ્સ, કોપર બસ બાર્સ, ફ્લેટ્સ, પ્રોફાઇલ્સ, સેક્શન, સ્ટ્રીપ્સ, એનોડ્સ અને રોડ્સ, એન્ડેલ્ડ કોપર વાયર અને સબમર્સિબલ વિન્ડિંગ વાયરના ઉત્પાદનમાં કામ કરે છે. તે આ ઉત્પાદનોને તેના પોતાના બ્રાન્ડ નામ, માધવ કોપર હેઠળ બનાવે છે અને માર્કેટિંગ કરે છે.
ગુજરાતની માધવ કોપર લિમિટેડનો પબ્લિક ઈશ્યૂ 27 જાન્યુઆરીએ ખુલશે - ફેબ્રીકેટેડ પ્રોડક્ટસ
ગુજરાત સ્થિત માધવ કોપર લીમીટેડ, જે કોપર ફેબ્રીકેટેડ પ્રોડક્ટ્સ અને વાઈન્ડીંગ વાયર્સના મેન્યુફેકચરર છે, તેનો FPO નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લીમીટેડના EMERGE પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. જે 27 જાન્યુઆરી, 2020ના રોજ ખૂલશે અને 30 જાન્યુઆરી, 2020ના રોજ બંધ થશે, આ ઈસ્યૂ રુપિયા100 થી 102 પ્રતિ ઇક્વિટી શેરના પ્રાઈઝ બેન્ડ સાથે કંપનીના ઈક્વિટી શેર 5ની પ્રતિ ફેસવેલ્યુ સાથેનો રહેશે.
પબ્લિક ઈસ્યૂમાં માધવ કોપર લિમિટેડ (કંપની અથવા ઇશ્યુઅર)ના 5 પ્રતિ દરે ફેસવેલ્યુના રૂપિયા 2,549.59 લાખના 24,99,600 ઇક્વિટી શેર રહેશે. આ ઈશ્યુ કુલ 128.52 લાખના 5 રુપિયા પ્રતિ ઇક્વિટી શેરના 1,26,000 ઇક્વિટી શેર ઈશ્યૂ માર્કેટ મેકર માટે અમાનત રહેશે. માર્કેટ મેકર રીઝર્વેશન પોર્શન સિવાયના રૂપિયા 2421.07 લાખના પ્રતિ રૂપિયા 5ના ફેસવેલ્યુના 23,73,600 ઇક્વિટી શેર્સ નેટ ઈશ્યૂ તરીકે માન્ય રહેશે.
ઈશ્યૂ દ્વારા પ્રાપ્ત રકમનો ઉપયોગ પ્લાન્ટ અને મશિનરી ખરીદવા માટે, કંપની દ્વારા પ્રાપ્ત અમુક સિક્યોર્ડ ઉધારનું પ્રી-પેમેન્ટ, રીપેમેન્ટ કરવા, કંપનીની વર્કિંગ કેપીટલ રીક્વાયાર્મેન્ટને ફંડ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વપરાશે.