ગુજરાત ATS દ્વારા મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ગુડગાંવથી ધરપકડ કરવામાં આવી છે. વિનોદ ચીખારાએ 1 કરોડમાં પેપરનો સોદો કર્યો હતો. આ પેપર લીક થયાના સમાચાર મળતાની સાથે જ પોલીસ ભરતી બોર્ડે આ પરીક્ષા રદ કરી દીધી હતી.
LRD કૌભાંડઃ મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ગુજરાત ATS દ્વારા કરાઈ ધરપકડ - gujarati news
અમદાવાદ: રાજ્યમાં ખુબ જ ચર્ચામાં રહેલા પોલીસ ભરતી પેપર લીક કૌભાંડ મામલામાં ગુજરાત ATS દ્વારા મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ધરપકડ કરવામાં આવી છે.
સ્પોટ ફોટો
પરીક્ષા રદ થયાં બાદ આશરે નવ લાખ પરીક્ષાર્થીઓને હાલાંકી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલે તાત્કાલિક તપાસના આદેશ અપાયા બાદ પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા. હવે LRD પેપર લીકકાંડમાં ગુજરાત ATSએ મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ધરપકડ કરી છે.
Last Updated : May 7, 2019, 8:10 PM IST