ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં એરફોર્સ એસોસિયેશન દ્વારા ચોથા વાર્ષિક લેક્ચરનું કરાયું આયોજન

અમદાવાદ: શહેરમાં એરફોર્સ એસોસિયેશન દ્વારા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. એરફોર્સ એસોસિયેશન દ્વારા ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંઘ સેખોનના માનમાં ચોથા વાર્ષિક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરફોર્સના 4 અધિકારીઓએ રાજ્યપાલની અધ્યક્ષતામાં લેક્ચર આપ્યા હતા.

અમદાવાદમાં એરફોર્સ એસોસિયેશન દ્વારા લેક્ચરનું કરાયું આયોજન

By

Published : Jun 16, 2019, 10:37 PM IST

સેના અને એર ફોર્સને લગતું જ્ઞાન લોકોમાં હોતું નથી. જેને કારણે એરફોર્સમાં અને સેનામાં માણસોની કમી વધુ જોવા મળે છે. ત્યારે એરફોર્સ એસોસિએશન કે જે સેનાએ અને એરફોર્સના હિતમાં કાર્ય કરે છે તેમના દ્વારા આજે NCCના વિદ્યાર્થીઓ અને એરફોર્સના અધિકારીઓ માટે લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદમાં એરફોર્સ એસોસિયેશન દ્વારા લેક્ચરનું કરાયું આયોજન

એરફોર્સના એર માર્શલ એચ.એસ.અરોરા, કે.જે.સિંઘ, અનુપ સિંઘ, એસ.એસ, ત્યાગી અને સુંદર સુબ્રમણ્યમ દ્વારા રાજ્યપાલ ઓ.પી.કોહલીની હાજરીમાં લેક્ચર આપવામાં આવ્યા હતા. સેનાએ એરફોર્સ અને લોકોમાં જાગૃતતા આવે તે અંગેના લેક્ચર આપ્યા હતા.

આ લેક્ચરમાં મોટી સંખ્યામાં NCC કેદરના વિદ્યાર્થીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતા.

એરફોર્સ એસોસિએશન કેટલાય વર્ષોથી દેશભરમાં કાર્યરત છે. જેમાં 85 હજાર લોકો રિટાયર્ડ તથા અન્ય અને 5 હજાર વિધવા મહિલાઓ જોડાયેલી છે. આ એસોસિએશન અનેક વર્ષોથી લોકોના હિત માટે કાર્ય કરે છે.

ABOUT THE AUTHOR

...view details