અમદાવાદમાં રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં માનહાનિના કેસ બાબતે હાજર થવાના છે. તે અગાઉ સુરક્ષાને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા કોર્ટમાં પાર્ક કરેલા વકીલોના વાહનોને ટોઇંગ કરવામાં આવ્યા હતા. જેને લઈને વકીલો રોષે ભરાયા હતા.
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થાય તે પહેલા વકીલોએ કરી પાર્કિંગ બાબતે બબાલ - metro court
અમદાવાદ: આજે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવાના છે, ત્યારે રાહુલ ગાંધી હાજર થાય તે પહેલાં જ મેટ્રો કોર્ટમાં પાર્કિંગ બાબતે પોલીસ અને વકીલો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં પોલીસ દ્વારા વકીલોના વાહનો ટોઇંગ કરી લેવામાં આવતા વકીલો રોષે ભરાયા હતા. ત્યારબાદ આ બાબતને લઈને વકીલો દ્વારા પોલીસનો વિરોધ કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થાય તે પહેલા વકીલોએ કરી બબાલ
આ બાબતે વકીલોએ પોલીસ સાથે ઘર્ષણ કરીને ટોઇંગ કરેલા વાહનો પરત મુકાવ્યા હતા. વકીલોએ એકસાથે મળીને પોલીસનો વિરોધ કર્યો હતો. સાથે જ કોર્ટની જગ્યામાંથી વાહનો ટોઇંગ કરવા બાબતે પોલીસ સાથે રકઝક પણ કરી હતી. આ રકઝક બાદ પોલીસ દ્વારા વકીલોને વાહન પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસ સામે વિરોધ નોંધાવતા વકીલોએ વકીલ એકતાના નારા પણ લગાવ્યા હતા.