અમદાવાદ : મનપા દ્વારા દાવો કરવામાં આવે છે કે, સમરસ હોસ્ટેલમાં સૌથી સારી સુવિધા આપવામાં આવે છે, પરંતુ સમરસમાં સફાઈ પણ કરવામાં આવતી નથી. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં 1014 જેટલા દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.
અમદાવાદમાં કોરોનાના રોગચાળાની અત્યંત ભયાવહ સ્થિતિ ઉભી થઈ ગઈ છે. એક જ દિવસમાં 349 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 39 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. મૃત્યુ પામેલા દર્દીઓમાં 23 પુરૂષ અને 16 મહિલાઓનો સમાવેશ થાય છે.
અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ગંદકીના ઢગ જોવા મળ્યા
અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યો છે. અમદાવાદની સમરસ હોસ્ટેલમાં સ્વચ્છતાની પોલ ખુલી છે. સમરસ હોસ્ટેલમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને સારવાર માટે લાવવામાં આવે છે, પરંતુ સમસસ હોસ્ટેલમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા.
અમદાવાદની સમરસ હોસ્ટેલમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા
આ સાથે અમદાવાદનો કુલ દર્દીનો આંકડો 4425ને અને મૃત્યુનો કુલ આંક 274 સુધી પહોંચ્યો છે. જેમાં 704 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. તો બુધવારના રોજ 39 દર્દીઓનો સમાવેશ થાય છે. અમદાવાદમાં દર્દીઓની સંખ્યા અને મૃત્યુનો આંકડો જે રીતે વધી રહ્યો છે, તે જોતા લાગે છે કે સ્થિતિ બેકાબૂ બની રહી છે.