અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં (Kejriwal-Mann Gujarat visit) લઈને દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાન અમદાવાદની મુલાકાતે છે. આજે સવારે મુખ્યપ્રધાન કેજરીવાલ અને ભગવંત માને (CM Bhagwant Man Gandhi Ashram) ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. હાલ, આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં તિરંગા યાત્રા આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનનો આ ગુજરાત પ્રવાસનો બીજો કાર્યક્રમ છે. અમદાવાદમાં નિકોલથી 1.5 કિલોમીટર લાંબો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
AAPની અમદાવાદમાં તિરંગા યાત્રા -આ રોડ શોમાં મોટી સંખ્યમાં કાર્યકરો પહોંચ્યા હતા. આ તકે કોઈ અણબનાવ ના બને તે હેતુથી પોલીસેનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ તિરંગા યાત્રામાં પોલીસ અલગ અલગ પોઈન્ટ બનાવી દૂરબીન અને અન્ય ટેક્નિકલ સર્વલેન્સની ધ્યાન રાખવામા આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર સહિચ ગુજરાતમાંથી કાર્યકરો પહોંચ્યા છે. આ તમામ કાર્યકરોના હાથમાં તિરંગો જોવા મળી રહ્યો છે. મિશન ગુજરાત 2022 ને લઈને આપ પાર્ટીનો સંદેશો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જામશે ત્રિપાંખીયો જંગ તિરંગા યાત્રા થકી ગુજરાતની જનતાને સ્પષ્ટ મેસેજ આપશે. પંજાબમાં જીત બાદ ગુજરાતમાં શરૂ કરવામાં આવી તિરંગા યાત્રા.
કેજરીવાલ અને માનનો રોડ શો -બન્ને મુખ્યપ્રધાનો રોડ શો પહેલા નિકોલના ખોડિયાર મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરે દર્શન બાદ બન્ને CM ઓપન ગાડીમાં બેસી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ભગવંત માને કહ્યું કે, લોકો આટલી મોટી સંખ્યામાં ધ્વજ લઈને આવ્યા તેનો મતલબ દેશભક્ત છે. અન્ય પક્ષો આપને બાંટી રહ્યા છે. મોંઘવારી અને અનેક બાબતો પ્રજાને નડે છે. કેજરીવાલ ક્રાંતિ કારી નેતા છે. દિલ્લી અને પંજાબ હવે ગુજરાતમાં આપની લહેર આવશે.
રોડ શોમાં કેજરીવાલનું નિવેદન -કેજરીવાલે કેમ છો મજામાં કહી શરૂઆત કરી ટેરેસ પર નાની બાળકી ધ્વજ લઈને જોતા કેજરીવાલ ખુશ થયા હતા. ભગવંત માન, ઇસુદાન સહિત તમામ નેતાઓ રોડ શોમાં ઉપસ્થિત છે. મને ભ્રષ્ટાચાર પૂર્ણ કરતા આવડે છે. દિલ્લીમાં તમામ ભ્રષ્ટાચાર આમ આદમી પાર્ટીએ પૂરો કરી દીધો છે. પંજાબમાં માન સાહેબે 10 જ દિવસમાં ભ્રષ્ટાચાર પૂર્ણ કરી દીધો. તમામ શાખામાં રૂપિયા આપ્યા વગર જ કામ થઈ જાય છે. દિલ્લીમાં કોઈ રૂપિયા માંગે તો કહે કેજરીવાલ આવી જાય છે. મેં ગુજરાતમાં લોકો રૂપિયા માંગે છે લોકોએ કહ્યું હા, ભ્રષ્ટાચાર ચાલે છે લોકોએ કહ્યું હા 25 વર્ષ સત્તામાં રહ્યા તોય ભ્રષ્ટાચાર યથાવત યથાવત છે. ગુજરાતને હવે જીતાવવું છે તેના માટે આવ્યા છીએ. AAP હવે ગુજરાતમાં ભ્રષ્ટાચાર પૂરો કરશે. કેજરીવાલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અહંકાર આવી ગયો છે 25 વર્ષમાં હવે એક મોકો આપને આપો પંજાબમાં લોકોએ અમને મોકો આપ્યો છે. હવે એક મોકો AAPને આપો દરેક પાર્ટીને ભૂલી જશો.
ડાંગી નૃત્ય દ્વારા રોડ શોમાં સ્વાગત -આમ આદમી પાર્ટીના અમદાવાદમાં રોડ શોમાં કેજરીવાલ અને ભગવંત માનનું ડાંગી નૃત્ય દ્વારા રોડ શોમાં સ્વાગત કરવમાં આવ્યું હતું. આ રોડ શોમાં મોટી સંખ્યમાં કાર્યકરો પહોંચ્યા હતા. દિલ્હી અને પંજાબના મુખ્યપ્રધાનનો આ ગુજરાત પ્રવાસનો બીજો કાર્યક્રમ છે. અમદાવાદમાં નિકોલથી 1.5 કિલોમીટર લાંબો રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવંત માન ગુજરાતમાં સન્માન મળ્યું -ભગવંત માને રોડ શોમાં કહ્યું કે આજે જે સન્માન મળ્યું તેનો ઘણો આભારી છું. ગુજરાતમાં દિલમાં બહુ જ ખુશી મળી ગુજરાતમાં દર 3 મહિને પેપર લીકેજ થાય છે. આ માત્ર પેપર લીક નથી થતું બધી બાબતોમાં લીકેજ છે.શિક્ષા વહેંચવા નીકળ્યા છે. જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં લોકો ઝાડુ ઉપાડી રહ્યા છે. કમળ ક્યાં ઉગે તો લોકોએ કહ્યું કીચડમાં બસ હવે તેને સાફ કરવા ઝાડુ જોઈશે તમામ લોકોનો સાથ જોઈશે. કોંગ્રેસ અને ભાજપમાં 80 વર્ષ સુધી કોઈ કાર્યકરને કોઈને ટિકિટ મળતી નથી.
કેજરીવાલે લોકોનો આભાર માન્યો -કેજરીવાલે રોડ શોમાં તમામ લોકોનો આભાર માન્યો હતો. લોકો છેલ્લા એક કલાકથી તિરંગા સાથે આવી રહ્યા છે. 10 વર્ષ પહેલાં કોઈ કેજરીવાલને ઓળખતું પણ ન હતું. દિલ્લી અને પંજાબ બાદ હવે ગુજરાત દેશભક્તિ કરતા આમ આદમી પાર્ટીને આવડે છે. 10 જ દિવસમાં પંજાબમાં માન સાહેબે ભ્રષ્ટાચાર મુક્ત કરી દીધું છે. હવે પંજાબમાં કોઈ ખાનગી સ્કૂલો ફી નહિ વધારી શકે તેમજ 25 હજાર સરકારી નોકરીની જાહેરાત કરી છે. 25 વર્ષમાં અહંકાર આવી ગયો છે. ગુજરાતને જીતાવવા માટે આવ્યા છીએ, દિલ્લી અને પંજાબમાં એક આપને મોકો મળ્યો હવે ગુજરાતમાં પણ મળશે આવો મોકો.