આ મુદે વાતચીત કરતા અરજદારના વકીલ યોગેશ લાખાણીએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટે મુખ્ય આરોપી રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલ, મેનેજર તુષાર ચોકસી, અને ભાવેશ પટેલને હાઈકોર્ટે ચાર્જશીટ બાદ જામીન અરજી દાખલ કરવાનું કહેતા અરજી પરત ખેંચી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બરના રોજ આ કેસના બે આરોપી કિશન મહંતી અને મનીષ વાઘેલા કે જેઓ ઓપરેટર તરીકે કામ કરતા હતા તેમના જામીન મંજુર કર્યા હતા. આ કેસના કુલ 6 આરોપીની હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી છે. જે પૈકી બે આરોપીઓના જામીન મંજુર થયા છે, જ્યારે મુખ્ય સંચાલક ઘનશ્યામ પટેલ સહિત અન્ય 3 આરોપીઓની જામીન અરજી પરત ખેંચાઈ છે.