- કલોલમાં ગાર્ડન સિટી સોસાયટીમાં બ્લાસ્ટ થવાનો મામલો
- અમદાવાદ હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો
- ઔડા કે એના કોઇ અધિકારીને બેદરકારી ન હોવાની સોગંદનામાં રજૂઆત
અમદાવાદ:હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, ખેતીલાયક જમીનને બિન ખેતી લાયક જમીન તબદીલ કરવા માટે જરૂરી મંજૂરીઓ આપવામાં આવી હતી. આ સાથે વિવાદીત જગ્યામાંથી ONGCની પાઈપલાઈન પસાર નહિ થતા હોવાનું પણ સર્ટિફાઇડ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો.
આ પણ વાંચો:Ahmedabad Bombings of 2008 : જ્યારે આતંકીઓએ ભારતમાં પ્રથમ વખત હોસ્પિટલને નિશાન બનાવી હતી
ONGCની પાઈપલાઈનની જગ્યા પર બાંધકામ નહીં કરવાનો દાવો
ગાંધીનગર ડીડીઓએ જમીન એન.એ કરતી વખતે ONGCની પાઈપલાઈન જતી હોય ત્યાં બાંધકામ નહીં કરવા અને જગ્યા છોડવાની શરતે મંજૂરી આપી હોવાનો પણ દાવો કર્યો હતો. આ જગ્યા માટે પરમિશન મેળવવા માટે કોઈ જ અરજી પણ નહીં મળી હોવાનો દાવો કર્યો હતો.
આ પણ વાંચો:કલોલ બ્લાસ્ટ મામલોઃ તંત્ર દ્વારા કોઇ કામગીરી ના કરવાના આક્ષેપ સાથે સોસાયટીના રહીશો ઉપવાસ પર ઉતર્યા
શું હતો સમગ્ર બનાવ?
ડિસેમ્બર 2020 માં કલોલના ગાર્ડન સિટી બંગલો રહેણાંક વિસ્તારમાં અચાનક બ્લાસ્ટ થતા બે લોકોના મૃત્યુ થયા હતા. બ્લાસ્ટ થવા પાછળનું મૂળ કારણ એવું કાઢવામાં આવ્યું હતું કે, j-2 ઘરની નીચે બ્લાસ્ટ થયો છે, ત્યાં જૂની પાઈપલાઈન આવેલી હોવાના કારણે બંગલો જમીનદોસ્ત થયા છે, આ રહેણાંક વિસ્તાર ONGC ની પાસે આવેલું છે, ત્યારે અહી પ્રશ્નએ વાતનો થાય છે કે, જે જગ્યાએથી ONGCની પાઈપલાઈનમાં પસાર થઈ રહી હોય, તે સ્થળ પર રહેણાંક વિસ્તાર ડેવલોપ કરવા માટે કઈ રીતે આપવામાં આવી? જોકે આ સામે આજે રજૂ કરાયેલા સોગંદનામામાં ઔડાએ ઉલ્લેખ કર્યો છે કે, પસાર થતી પાઇપ લાઇનના સ્થળ પર બાંધકામ માટેની મંજૂરીની અરજી તેમની કચેરીએ આવી નથી.