અસહ્ય ગરમીમાં અબોલ પશુ-પક્ષીઓને રાહત માટે ફક્ત આટલું કરો.... - ahmedabad
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. માનવીઓ ગરમીથી બચવા માટે અનેક નુસખાઓ અપનાવે છે. અબોલ પશુ પક્ષીઓ પાસે માનવ જેટલા વિકલ્પ હોતા નથી. નાની મોટી કાળજી લઇ આ અબોલ પશુ-પક્ષીઓને અસહ્ય ગરમીથી આપણે બચાવી શકીએ છીએ ત્યારે જાણીએ વિગત વાર..
સ્પોટ ફોટો
અસહ્ય ગરમીને કારણે સમગ્ર શહેરમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને બપોરના સમયમાં સદંતર જ્યારે રસ્તાઓ સુમસાન પડ્યા છે, ત્યારે બહાર રખડતા પશુઓ અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ગરમીને કારણે હેરાન થાય છે. જેના કારણે અનેક બીમારીઓ અને ઘણીવાર મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે.