અમદાવાદ : રાજ્યમાં દિવસેને દિવસે ચોરી લૂંટફાટ અને હત્યાના કેસો વધી રહ્યા છે. જેમાં છેલ્લા ઘણા સમયથી દલિત યુવાનોની હત્યા થતી હોય તેવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બોલિયા ગામના અરવિંદ પરમાર નામના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને જીગ્નેશ મેવાણી સરકાર સામે ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા હતા.
ડીજીપી ઓફિસ જઈને રજૂઆત કરી : અમરેલીમાં દલિત યુવાન શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો. અમરેલી પોલીસ દ્વારા તેની યોગ્ય તપાસ ન થતા કોંગ્રેસ કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે ડીજીપી ઓફિસ જઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, અમિત ચાવડા દલિત સમાજના આગેવાનો સહિતના લોકો DGPને આવેદનપત્ર આપીને દલિત સમાજ પર થઈ રહેલા અત્યાચારોની રજૂઆત કરી હતી.
પોસ્ટમોર્ટમ વિના દફનવિધિ કરાઇ : કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમરેલીના સાવરકુંડલાના બોલિયા ગામે અરવિંદ પરમારનુ્ં શંકાસ્પદ મોત થયું હતું. તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તે સમયે તેમના પરિવારજન તે મૃતદેહને સ્વીકારવા તૈયાર ન હતા. પરંતુ CRPC કલમ 174 અને 175 હેઠળ રહસ્યમય સંજોગોમાં મોત થયું હોય તો ફરજિયાત પોલીસ દ્વારા તાત્કાલિક પીએમ કરવામાં આવે છે. પરંતુ આ અરવિંદ પરમાર નામના યુવાનની ડેડબોડીનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ દફનવિધિ કરવામાં આવી હતી.
અનુસૂચિત જનજાતિ સમાજના લોકો અલગ અલગ રીતે અંતિમ ક્રિયા કરતા હોય છે. જેમાં આ અરવિંદ પરમારની પણ દફનાવાની વિધિ કરવામાં આવી હતી. જેના કારણે કોંગ્રેસે વિરોધ કર્યા બાદ અમરેલી પોલીસ દ્વારા અરવિંદ પરમાર નામના શખ્સનો મૃતદેહ બહાર કાઢીને પીએમ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે અને સરકારી પોતાની ભૂલ કબૂલી હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ કોંગ્રેસ પક્ષની માંગ છે કે જવાબદાર અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ છે...જીગ્નેશ મેવાણી(કોંગ્રેસ ધારાસભ્ય )
એસપી સામે આક્ષેપો :જીગ્નેશ મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યોે કે ગુજરાતમાં ભાજપની સરકાર અને પોલીસ દ્વારા અમરેલી એસપી હિમકરસિંહને બચાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ અમદાવાદ શહેરમાં DCP તરીકે અમરાઇવાડીમાં દલિત સમાજના હર્ષદ જાદવ નામના યુવકને પોલીસ કોન્સ્ટેબલ સાથે તકરાર મુદ્દે તે સમયે DCP હિમકરસિંહે દલિત સમાજના યુવાનને જૂતું ચાટવા મજબૂર કર્યો હતો તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. આજે ગુજરાતના 50 લાખ તેમજ દેશના 21 કરોડ દલિતનું અપમાન થઈ રહ્યું છે.
- Amreli Murder: માતા પુત્રની હત્યામાં અમરેલી SPએ 11 ટીમો બનાવી હત્યારાને શોધવા કવાયત
- Amreli News : દુધાળા ગામે ઉદ્યોગપતિ સવજી ધોળકિયાને ત્યાં મુખ્યપ્રધાન અને રાજ્યપાલનું આગમન
- Lion Accident: ટ્રેનની ટક્કરથી બાળ સિંહનું અકાળે મોત, સિંહ માટે સુરક્ષા વોલ ક્યારે?