2011 પછી પહેલીવાર આટલો મોટો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. દર વર્ષે અંદાજે એક લાખ વૃક્ષો વાવવામાં આવે છે, જેમાંથી 40 ટકા વૃક્ષો વધી જાય છે. જેના પરિણામે 0.03 ટકા જેટલું ગ્રીન કવર દર વર્ષે વધે છે. હાલમાં શહેરમાં 6.18 લાખ વૃક્ષો હોવાનો મ્યુનિસિપલનો દાવો છે અને ગ્રીન કવર 4.66 ટકા છે. 10 લાખ વૃક્ષો જે વાવવામાં આવશે. જેના કારણે આગામી ત્રણ વર્ષમાં શહેરનું ગ્રીન કવર 5 ટકા જેટલું વધશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
શહેરમાં ગંદકી, દબાણ અને ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારને દંડવા તમામ 48 વોર્ડમાં ઇ-રિક્ષામાં મ્યુનિસિપલ અને પોલીસની સંયુક્ત ટીમ અભિયાન ચલાવી સ્થળ ઉપર જ દંડ વસૂલવામાં આવશે. આ અભિયાનમાં સહકાર નહીં આપનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ઈ-રિક્ષાને લીલીઝંડી આપવામાં આવશે.