ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર કસ્ટોડિયલ ડેથ: સંજીવ ભટ્ટે નીચલી કોર્ટની આજીવન કેદની સજાને હાઈકોર્ટમાં પડકારી

અમદાવાદ: વર્ષ 1990 કસ્ટોડિયલ ડેથ કેસમાં સંડોવાયેલા પૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટ અને અન્ય પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલાને જામનગર સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી આજીવન કેદની સજા સામે બુધવારે હાઈકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. આ મામલે અગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

jamnagar

By

Published : Jul 24, 2019, 9:58 PM IST

ગત 20 જુલાઈના રોજ જામનગર સેશન્સ કોર્ટે સંજીવ ભટ્ટ સહિત અન્ય એક પોલીસ અધિકારીને IPSની કલમ 302 દોષિત ઠરાવતા તેમને આજીવન કેદની સજા ફટકાવામાં આવી હતી. જ્યારે અન્ય આરોપીઓને પણ કલમ 323 અને 506 પ્રમાણે કસ્ટોડિયલ ટોર્ચરમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

આ ઉપરાંત સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને સજા ફટકારાવામાં આવી હતી. જો કે, અન્ય પાંચ આરોપીઓની સજા જાહેર કરવામાં આવી નથી. વર્ષ 1990માં સંજીવ ભટ્ટ જ્યારે જામનગરના SP હતા ત્યારે જામજોધપુરમાં ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની યોજાયેલી રથયાત્રામાં 150 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી અને પ્રભુદાસ વૈષ્ણવની કસ્ટોડિયલ ટોર્ચરમાં તેમનુ મોત નિપજ્યું હતું. મૃતકના ભાઈ દ્વારા સંજીવ ભટ્ટ સહિત 8 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કસ્ટોડિયલ ટોર્ચરની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details