સાબરમતી વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે જૈન સંઘના ઉપક્રમે 19 દિક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરશે.આ દિક્ષાર્થીઓમાં 2 દીકરા અને 17 દીકરીઓ હશે.જેમાંથી 7 અમદાવાદના દિક્ષાર્થી,7 સુરતના,4 થરાદના અને 1 હૈદરાબાદના દિક્ષાર્થીઓ દીક્ષા લેશે અને સંસારની જીવનનો ત્યાગ કરશે..
એક સાથે 19 દિક્ષાર્થી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દીક્ષા લઇ સંસારી જીવનનો ત્યાગ કરશે - ahemdabad
અમદાવાદ: માતા,પુત્ર,બે બહેનો કે ભાઈ બહેન આ બધાને ઘરમાં આપણે હસતા રમતા અને ક્યારેક લડતા -ઝઘડતા પણ જોયા છે.પરંતુ આ બધાને ક્યારેય સાથે દીક્ષા લેતા જોયા છે? માનવામા ન આવે એવી દીક્ષા અમદાવાદમાં હકીમતમાં થવા જઇ રહી છે. અમદાવાદમાં એક સાથે કુલ 19 દિક્ષાર્થીઓ દીક્ષા લેશે અને સંસારી જીવનનો ત્યાગ કરશે.
19 દિક્ષાર્થી અપનાવશે સંયમનો માર્ગે
પાલડી ખાતેથી 22 તારીખે તમામ દિક્ષાર્થીઓનો સામુહિક વર્ષીદાનનો વરઘોડો નીકળશે.આ વરઘોડો પાલડીથી નવરંગપુરા થઈને વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે પહોંચશે, જ્યાં દિક્ષાર્થીઓ વર્ષીદાન કરશે.ત્યારબાદ 23 તારીખે વહેલી સવારે દિક્ષાર્થીઓ જૈન સમાજના મુનિઓની હાજરીમાં દીક્ષા લેશે અને સંયમના માર્ગે જશે.
આ દિક્ષાર્થીઓમાં 3 કિસ્સા એવા પણ છે કે જેમાં માતા-પુત્ર,ભાઈ-બહેન તથા બે સગી બહેનો એક સાથે દીક્ષા લેશે અને સંયમનો માર્ગ અપનાવશે.