જગન્નાથ મંદિર ટ્રસ્ટની A240 તથા શ્રી નરસિંહ ગૌ સેવા ટ્રસ્ટની E23 65ની જમીનો ગેરકાયદેસર રીતે મુસ્લિમ મિત્રો સાથે સાંઠગાંઠ કરી અને તેમને આપી દેવામાં આવી હતી. જે જમીનો લોકોએ અને સરકારી હિન્દુ ધર્મના આસ્થાના પ્રતિક સમા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ દાનમાં આપેલી હતી, અને જે તે દાનવીરો આ જમીન મંદિરને ઉપયોગી સેવા કાર્યો માટે જ આપવામાં આવી હતી.
જગન્નાથ મંદિર ટ્રસ્ટની વિવાદિત જમીનના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહી માટે આવેદન અપાયું - જગન્નાથ મંદિર ટ્રસ્ટની વિવાદિત જમીન
અમદાવાદ: જગન્નાથ મંદિર છેલ્લા કેટલાંક સમયથી પ્રકાશમાં આવ્યું છે. ટ્રસ્ટ તથા નરસીદાસ ગૌ સેવા ટ્રસ્ટની જમીનો મુસ્લિમ બિરાદરોને આપી દેવા બાબતે શનિવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જગન્નાથ મંદિર ટ્રસ્ટની વિવાદિત જમીનના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા આવેદન અપાયું
તેમની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કૃત્ય કરનાર ટ્રસ્ટીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, તરત અસરથી તેમને દેશ છોડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. તેમના પાસપોર્ટ તાત્કાલિક જમા લેવામાં આવે અને આ સાથે ટ્રસ્ટની જમીન છેલ્લા પાંચ વર્ષમાં તમામ કાર્ય કાયમી ભાડાપટ્ટે જેવા શબ્દોની આપ-લે કરવામાં આવે છે તે રદ કરવામાં આવે.