ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Jagannath Rath Yatra 2023 : સોનેથી ઝગમગતા જગન્નાથ, આંખેથી પાટા ખૂલતા દર્શન કરવા ઉમટ્યા ભાવિકો - જગન્નાથ મંદિર

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે રથયાત્રા પૂર્વે નવનિર્મિત ત્રણેય રથ મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા છે. ઉપરાંત બપોરે 12 જેટલા ગજરાજનું પૂજન કરવામાં આવશે. સાંજે મંદિરમાં સંધ્યા આરતી કરવામાં આવશે. આ આરતીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

સોનેથી ઝગમગતા જગન્નાથ
Rathyatra 2023 : ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો, દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા

By

Published : Jun 19, 2023, 12:52 PM IST

Updated : Jun 19, 2023, 4:40 PM IST

ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો

અમદાવાદ :ભગવાન જગન્નાથની 146 ની રથયાત્રાને ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે આજે ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો છે. નવા તૈયાર થયેલા રથ પહેલી વખત મંદિર પરિસરમાં લાવવામાં આવશે. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ હાજરી આપશે. જ્યારે બપોરે ગજરાજનું પૂજન કરવામાં આવશે. આ તકે કોંગ્રેસ પક્ષના સભ્યો હાજરી આપશે. સાંજે મંગળા આરતીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સમગ્ર મંદિર તેમજ મંદિર પરિષદની બહાર પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભગવાનનો મનમોહક અંદાજ : આવતી કાલે ભગવાન જગન્નાથજીની 146મી ભવ્ય રથયાત્રા અમદાવાદ શહેરમાં નીકળશે. દરવર્ષે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સાથે નગરચર્યાએ નીકળે છે. રથયાત્રાના આગલા દિવસે વર્ષમાં ફક્ત એક વખત ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરે છે. ત્યારે આજે ભગવાનને મનમોહક સોનાના આભૂષણોનો શૃંગાર કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ ગુલાબી વાઘા અને સોનાના ઘરેણાંથી સજ્જ થયા છે. આજે સવારે ભગવાનની પૂજા કરી અને ભગવાનની વિશેષ આરતી કરવામાં આવી હતી. આજ સવારથી જ જગન્નાથના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

નવનિર્મિત રથોનું પૂજન : ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા ખુબ જ ખાસ રહેવાની છે. આ વખતે ભગવાન નવા બનાવેલા રથમાં નગરચર્યાએ નિકળશે. આજે રથયાત્રા પૂર્વ આજે ત્રણેય રથ મંદિર પરિસરમાં લાવવામાં આવશે. જ્યાં નવનિર્મિત રથોની પ્રતિષ્ઠા વિધિ અને પૂજન કરવામાં આવશે. જેમાં ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ હાજરી આપશે.

રથયાત્રાનુ આકર્ષણ "ગજરાજ" :આ ઉપરાંત બપોરે ગજરાજનું પૂજન કરવામાં આવશે. કોઈપણ પ્રસંગમાં ગણપતિ દાદાનું પૂજન પહેલા કરવામાં આવે છે. જેથી ગજરાજનું પૂજન કરી તેમને શેરડી અને ગોળ ખવડાવવામાં આવે છે. દર વર્ષે 12 જેટલા હાથી રથયાત્રામાં જોડાય છે. આ તકે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ધારાસભ્યો પણ મંદિરમાં રથ પૂજન અને ગજરાજ પૂજન માટે પહોંચશે. આજના કાર્યક્રમને લઈને મંદિર તરફથી તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

સોનાવેશની પૌરાણિક કથા : ભગવાન એકમના દિવસે સોનાવેશ ધારણ કરે છે. ઓરિસ્સામાં એક રાજાએ ભગવાન જગન્નાથને પોતાના રાજ્યના સર્વ સંપત્તિ સોના-ચાંદીના દાગીના ભગવાનને અર્પણ કર્યા હતા. તે સમયે ભગવાન જગન્નાથે સોનાવેશ ધારણ કર્યો હતો. ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. તેથી રથયાત્રાના આગળના દિવસે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરે છે. આજ પરંપરા અંતર્ગત ઓરિસ્સા ખાતે આવેલા જગન્નાથપુરી અને અમદાવાદ ખાતે આવેલા ભગવાન જગન્નાથ એકમના દિવસે સોનાવેશ ધારણ કરી દર્શન આપે છે.

સાંજે CM ની ઉપસ્થિતિ : આવતી કાલે ભગવાન હાથી, ઘોડા, ધ્વજ, અખાડા, ભજન મંડળી, બેન્ડવાજા, સખી મંડળ સહિત નગરચર્યાએ નીકળશે. રથયાત્રામાં 101 ટ્રક, 18 ભજન મંડળી, બેન્ડ વાજા, 18 ગજરાજ, 30 અખાડા હશે. આજે સાંજે મંદિરમાં સંધ્યા આરતી કરવામાં આવશે. આ મંગળા આરતીમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે.

  1. Rathyatra 2023: પાટણમાં જગન્નાથની પ્રસાદી અને રથોની સફાઈની કામગીરી પૂર્ણ, યાત્રાનું કાઉન્ટડાઉન શરૂ
  2. Rathyatra 2023: 18 ગજરાજ, 30 અખાડા સાથે નીકળશે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો શિડ્યૂલ
Last Updated : Jun 19, 2023, 4:40 PM IST

ABOUT THE AUTHOR

...view details