અમદાવાદ : ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય જેઠા ભરવાડને ગુજરાત હાઈકોર્ટે (HC on Construction in Forest) નોટિસ ફટકારી છે. આરક્ષિત વન વિસ્તારમાં અનઅધિકૃત રીતે બાંધકામ ઉભા કરવાના મુદ્દે હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે. પંચમહાલ જિલ્લાના શહેરા બેઠક પર જેઠા ભરવાડ જે પાછલા 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમની સામે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નોટિસ પાઠવી છે.
આરક્ષિત જંગલમાં ભાજપનું કાર્યાલય - અરજદારના વકીલ આનંદ યાજ્ઞિક કે જણાવ્યું કે, જેઠા ભરવાડે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શહેરા તાલુકાના ચંદનગઢ વિસ્તારના આરક્ષીત જંગલમાં બાંધકામ (Construction in a Reserved Forest) ઉભું કર્યું છે. એટલું જ નહીં પરંતુ આરક્ષિત જંગલ હોવા છતાં, પણ ત્યાં ભાજપનું કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે. આ જંગલ વિસ્તારમાં પાંચ એકર કરતાં વધારે જગ્યામાં પેશકદમી કરવામાં આવી છે અને 350 વારનું બાંધકામ ઉભુ કર્યું છે.
આ પણ વાંચો :ગુજરાત હાઈકોર્ટે હત્યાના કેસમાં 10 વર્ષથી જેલ ભોગવી રહેલી મહિલાની સજા કરી માફ