ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં પતંગ મહોત્સવ-2020માં 43 દેશોના પતંગબાજો ભાગ લેશે - International Kite Festival

અમદાવાદ: 31મા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2020નું ઉદ્ધાટન રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યના હસ્તે કરવામાં આવશે. તેમની સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ સાથે રાજ્યના પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડા તેમજ પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિર પણ હાજર રહેશે.

Ahmedabad
અમદાવાદ

By

Published : Jan 6, 2020, 10:29 PM IST

Updated : Jan 7, 2020, 7:36 AM IST

7થી 14 જાન્યુઆરી 2020 દરમિયાન અમદાવાદના રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, વલ્લભસદન ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 43 દેશના 153 પતંગબાજો અને ભારતના 12 રાજ્યના 115 પતંગબાજો ભાગ લેશે. આ સાથે જ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે.

પતંગ મહોત્સવ 2020માં 43 દેશ ભાગ લેશે

સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી પતંગ ઉડાડવામાં આવશે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કંબોડિયા અને કેનેડા જેવા દેશોમાંથી પતંગબાજો આ સ્પર્ધામાં ભાગ લેશે. જ્યારે ભારતના બિહાર, દિલ્હી, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબ રાજ્યમાંથી લોકો આ સ્પર્ધામાં ભાગ લેશે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ અને માંડવી જેવા શહેરોમાંથી પતંગબાજો અહીં આવશે.

Last Updated : Jan 7, 2020, 7:36 AM IST

ABOUT THE AUTHOR

...view details