- ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજાયો
- પ્રત્યેકને સ્વતંત્રતા અને બંધુતાનો અનુભવ થતો હોવો જોઈએઃ ભૂપેન્દ્ર પટેલ
- વિવિધ ઉદઘાટન અને પુસ્તકનું વિમોચન કરાયું
અમદાવાદ : અમદાવાદ એસજી હાઈવે પર આવેલ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનો(Dr. Babasaheb University) સાર્થકતાનું પંચામૃત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel) અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની(BJP president CR Patil) અધ્યક્ષતામાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને પુસ્તક વિમોચન, સ્કૂલ ઓફ કમ્પ્યુટર સાયન્સ સેન્ટર ફોર ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ ભવન, પ્રાદેશિક કેન્દ્રો પર, કમ્પ્યુટર સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલે કિશોર મકવાણા દ્વારા લિખિત રાષ્ટ્ર પુરુષ ડૉ. બાબા સાહેબ આંબેડકર પુસ્તકનું વિમોચન(Dr. Baba Saheb Ambedkar book release) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સાઈન લેન્ગવેજ વેબલિંકનું(Sign Language Weblink) ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
બાબા સાહેબના ભવનનું ઉદ્ઘાટન ભવનનું નિર્માણ મોદી સાહેબે કર્યું
CR પાટીલે કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરને તમે વધુ વાંચ્યા હશે. ખૂબ સંઘર્ષ તેમનો રહ્યો હતો. અસ્પૃશ્યતાની લડાઈ માટે આવ્યા અને દેશનું બંધારણ(Constitution of India) લખ્યું. તેમના ભવનનું નિર્માણ દિલ્હીમાં મોદી સાહેબે કર્યું. આ પહેલા આંબેડકર ભવન નહોતું. તેમની એકચ્યુઅલ સાઈઝની પ્રતિમા(Dr. Statue of Babasaheb Ambedkar) પણ ત્યાં મૂકવામાં આવી છે. ડૉ. બાબાસાહેબ નાતી જાતિના ભેદભાવમાં માનનારા ન હતા. ઉપરાંત આંબેડકરનો સંઘર્ષ સાથેનો સંબંધ રહ્યો તેમજ તેમના પુસ્તકમાં પણ સંઘર્ષને લઈને કેટલીક વાતોનો ઉલ્લેખ પણ કર્યો છે.
કેટલાક અગ્રણીઓ દલિત સમાજના ઘરે જઇ ભોજન લઈ ફોટો પડાવતા હોય છે