અમદાવાદ : ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ગુજરાતના 35 જેટલા પમ્પ બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને સીએનજી પમ્પોના માલિકોમાં ભારે નારાજગી પણ જોવા મળી રહે છે. જો કે સીએનજીનું વેચાણ કરતા પમ્પોના માલિકો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવશેે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન (FGPDA ) એ દાવો કર્યો છે કે ઇન્ડિયન ઓઇલ કંપનીએ તેમને કોઈ પણ જાતની આગોતરા નોટિસ મોકલ્યા વગર તેમના તમામ 35 જેટલા સીએનજી સ્ટેશનો બંધ કર્યા છે.
તાત્કાલિક અસરથી 35 સીએનજી પંપ બંધ : ગુજરાત ફેડરેશન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી આજથી અમલમાં આવે તે રીતે ગુજરાત રાજ્યના 35 સીએનજી પંપ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. જે લોકોએ સીએનજી પમ્પ બંધ કર્યા છે તે લોકોએ અગાઉથી કોઈ નોટિસ આપી કે જાણ કરેલી નથી.
આ પણ વાંચો સરકારની ચૂંટણીલક્ષી ભેટ, CNG અને PNGમાં 10 ટકા વેટ ઘટાડ્યો, LPGના બે સિલિન્ડર ફ્રી
સીધી ગેસકંપનીઓને ગઇ સૂચના : ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી જે તે ગેસ કંપની હતી જેવી કે ગુજરાત ગેસ, સાબરમતી ગેસ, અદાણી ગેસ આ બધી ગેસ કંપનીઓને સીધું જ લખવામાં આવ્યું હતું કે આ 35 સીએનજી પમ્પોનું સપ્લાય બંધ કરી દો અને આની જાણ ડીલરને પણ કરવામાં આવી નથી.
મહિને એક લાખનું વેચાણ :સીએનજીનું વેચાણ કરતા પમ્પોના માલિકો દ્વારા જ્યારે આનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે અમને એવું જણાવેલ હતું કે તમારા પેટ્રોલ પંપે પેટ્રોલ ડીઝલનું વેચાણ મહિને ₹1,00,000 થી ઓછું છે માટે અમે બંધ કરીએ છીએ. જો તમારે વેચાણ કરવું હોય તો હવે તમારે બેંક ગેરંટી આપવી પડશે.