ગુજરાતમાં યોજાતી રાજ્યસભાની ચૂંટણીઓ રાજકીય રીતે કોંગ્રેસ માટે ભૂંકપ સર્જનારી હોય છે. 2017માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલની જીતને પડકારવામાં આવી હતી. જે મુદ્દો કૉર્ટમાં ચાલી રહ્યો હોવાથી આજે તેમાં મુદ્દત હતી. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાણાનીએ કૉર્ટ સમક્ષ જણાવ્યું કે, કોંગ્રેસના 44 ધારાસભ્યો કેઝ્યુઅલ ટ્રીપ માટે બેંગ્લોર ગયા હતા.
અહેમદ પટેલની જીતને પડકારતી અરજી, ધાણાનીએ કહ્યું, 44 ધારાસભ્યોને બેંગ્લોર કેઝ્યુલ ટ્રીપ પર ગયા હતા
અમદાવાદઃ વર્ષ 2017 રાજ્યસભા ચૂંટણી વિવાદ મામલે અહેમદ પટેલની જીતને પડકારતી રીટ મુદ્દે સોમવારે જસ્ટિસ ત્રિવેદીની કોર્ટમાં મુદ્દત હતી. જેમાં ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જુબાનીમાં જણાવ્યું હતું કે, 44 ધારાસભ્યોને બેંગ્લોર કેઝ્યુઅલ ટ્રીપમાં લઈ જવામાં આવ્યા હતા.
ss
ઉલ્લેખનીય છે કે, ગત સુનાવણીમાં અર્જુન મોઢવાડિયાએ જુબાનીમાં જણાવ્યું હતું કે, 44 ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પહેલા બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. ત્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોના ખરીદ-વેચાણને અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવે છે, જ્યાં તેમને ખરીદવાનો પ્રયાસ ન થઈ શકે.
Last Updated : Jul 9, 2019, 1:07 AM IST